Mangal Guru Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ નવ ગ્રહો નિયમિત સમયે ગ્રહ અને નક્ષત્ર બદલે છે. તેમનું ગોચર તમામ 12 રાશિઓના જીવન પર અસર કરે છે. તેવામાં હવે 50 વર્ષ બાદ એક દુર્લભ યોગ રચાયો છે. મંગળ અને ગુરુ એકસાથે સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. મંગળ અને ગુરુની યુતિથી દુર્લભ 'નવપંચમ રાજયોગ' બન્યો છે. આ દુર્લભ રાજયોગના નિર્માણને કારણે તમામ રાશિના લોકોના જીવનમાં ફેરફાર જોવા મળશે. પરંતુ 4 રાશિઓ એવી છે જેમનું તો નસીબ ચમકી જવાનું છે. ચાલો તમને જણાવીએ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ


આ રાશિનો સ્વામી મંગળ છે. તે હાલમાં સિંહ રાશિમાં ગોચર કરે છે. જેના કારણે તમને વેપાર ધંધામાં ભારે નફો થવાની સંભાવના છે. નવપંચમ રાજયોગ બનવાથી તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ સાથે પ્રમોશન પણ મળી શકે છે. કોઈ નવું કાર્ય શરૂ કરવાનો નિર્ણય પણ લઈ શકો છો. આ કાર્યમાં તમને સફળતા મળશે.


આ પણ વાંચો:


ઘરમાં કે ઘરની આસપાસ જોવા મળે આ વસ્તુઓ તો સમજી લેવું થવાનો છે ધન લાભ


Shreenathji: શ્રીકૃષ્ણના આ સ્વરૂપની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે ભૌતિક સુખ અને ધન


Gajkesari Rajyog: આજે સર્જાયો ગજકેસરી રાજયોગ, મિથુન સહિત આ રાશિઓને થશે અચાનક ધન લાભ



કર્ક રાશિ  


આ દુર્લભ રાજયોગના પ્રભાવથી નોકરીયાત લોકોને મોટો લાભ થઈ શકે છે. તેમને પોતાની પસંદગીની જગ્યાએ પોસ્ટિંગ પણ મળી શકે છે. આ સમયે મંગળ ધન સંચયના સ્થાનમાં ગોચર કરે છે, જેના કારણે તમને વેપારમાં લાભ થશે. તમે તમારી બુદ્ધિથી કરજમાંથી બહાર નીકળી શકો છો.



સિંહ રાશિ 

મંગળના ગોચરથી તમારી કુંડળીમાં રાજયોગ રચાયો છે. જેના કારણે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. સમાજમાં તમારી કીર્તિમાં વધારો થશે. તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. બાળકોના શિક્ષણની ચિંતાથી મુક્તિ મળશે.



ધન રાશિ

નવપંચમ રાજયોગ બનવાથી ભાગ્ય મજબૂત થઈ શકે છે. વિદેશ જવાનું ઈચ્છતા વિદ્યાર્થીઓનું સપનું પૂરું થઈ શકે છે. તમારા ફસાયેલા પૈસા પરત મળી શકે છે. તમારા કરિયરને આગળ વધારવા માટે તમને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારી લવ લાઈફ સારી રહેશે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)