Shreenathji: શ્રીકૃષ્ણના આ સ્વરૂપની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે ભૌતિક સુખ અને ધન, અંબાણી પરિવાર ધરાવે છે ખૂબ જ આસ્થા

Shreenathji: જે વ્યક્તિ ધન અને ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમણે શ્રીકૃષ્ણના શ્રીનાથજી સ્વરૂપની પૂજા કરવી જોઈએ. શ્રીનાથજી ભગવાનમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેનો પરિવાર પણ આસ્થા ધરાવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણના ઘણા સ્વરૂપ છે તેમાંથી એક શ્રીનાથજી સ્વરૂપ પણ છે. ભગવાનના આ સ્વરૂપની ભક્તિ વ્યક્તિને ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. 

Shreenathji: શ્રીકૃષ્ણના આ સ્વરૂપની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે ભૌતિક સુખ અને ધન, અંબાણી પરિવાર ધરાવે છે ખૂબ જ આસ્થા

Shreenathji: આજના સમયમાં દરેક વ્યક્તિ સારી લાઈફ સ્ટાઇલ જીવવા ઈચ્છે છે. દરેક વ્યક્તિ પ્રયત્ન કરે છે કે તે સુખ સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવે. પરંતુ દરેક વ્યક્તિની ઈચ્છા પૂરી થતી પણ નથી. તેનું કારણ હોય છે કે વ્યક્તિને ભાગ્ય સાથ નથી આપતું. શાસ્ત્રો અનુસાર જ્યારે વ્યક્તિ સફળ થવા કર્મ કરે અને ભાગ્ય તેને સાથ પણ આપે ત્યારે તેને ઝડપથી સફળતા મળે છે. આમ કર્મની સાથે ભાગ્ય પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભાગ્ય નો સાથ મળે તે માટે લોકો ઈશ્વરની આરાધના કરે છે. દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા અને આસ્થા અનુસાર ભગવાનનું પૂજન કરે છે. 

આ પણ વાંચો:

જે વ્યક્તિ ધન અને ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમણે શ્રીકૃષ્ણના શ્રીનાથજી સ્વરૂપની પૂજા કરવી જોઈએ. શ્રીનાથજી ભગવાનમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેનો પરિવાર પણ આસ્થા ધરાવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણના ઘણા સ્વરૂપ છે તેમાંથી એક શ્રીનાથજી સ્વરૂપ પણ છે. ભગવાનનું આ સ્વરૂપ વ્યક્તિને ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ સાથે જ નિયમિત રીતે ગોપાલ સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ.
 

આમ કરવાથી જીવનમાં આવેલી ધન સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. શ્રીનાથજી ની ભક્તિ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. શ્રીનાથજી ભગવાન ભક્તોના કષ્ટ હરી લે છે. તેમના સ્વરૂપમાં તેઓ જે રીતે ગોવર્ધન પર્વતને હાથમાં લઈને ઊભા છે તે રીતે ભક્તોની સમસ્યા પણ હળવી કરે છે.
 

શ્રીકૃષ્ણના અનેક સ્વરૂપોમાં શ્રીનાથજી તેમની 7 વર્ષની અવસ્થાનું રૂપ છે. રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજીનું ભવ્ય અને વિશાળ મંદિર આવેલું છે. ભગવાન શ્રીકૃષ્ણનું અહીં શ્રીનાથજી સ્વરૂપ પૂજાય છે. ભગવાને અહીં હાથમાં ગોવર્ધન પર્વત ઉપાડેલો છે અને બીજા હાથથી ભક્તોને આશીર્વાદ આપે છે. શ્રીનાથજી ભગવાન વિશે માન્યતા છે કે અહીં દર્શન કરનાર ભક્તની બધી જ ઈચ્છા પૂરી થાય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news