ઘરમાં કે ઘરની આસપાસ જોવા મળે આ વસ્તુઓ તો સમજી લેવું થવાનો છે ધન લાભ

Dhan Labh Sanket: ધર્મ શાસ્ત્રોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. સાથે જ કેટલાક સંકેતો પણ જણાવવામાં આવ્યા છે જે જણાવે છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે.  
 

ઘરમાં કે ઘરની આસપાસ જોવા મળે આ વસ્તુઓ તો સમજી લેવું થવાનો છે ધન લાભ

Dhan Labh Sanket: માતા લક્ષ્મી ધન અને ઐશ્વર્યના દેવી છે. જેને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેના જીવનમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી. એટલા માટે લોકો લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે તેમની આરાધના કરતા રહે છે. ધર્મ શાસ્ત્રોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. સાથે જ કેટલાક સંકેતો પણ જણાવવામાં આવ્યા છે જે જણાવે છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે.  

ધન પ્રાપ્તિ થવાના સંકેતો
  
ઘુવડ દેખાવું - જો તમને ક્યાંક અચાનક ઘુવડ દેખાય તો સમજી લેવું કે તમારું ભાગ્ય ચમકવાનું છે. ઘુવડનું દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીનું વાહન ઘુવડ દેખાય તેનો અર્થ છે કે તમને જલ્દી જ સંપત્તિ પ્રાપ્ત થવાની છે.

આ પણ વાંચો:

ઝાડુ મારતી વ્યક્તિનું દેખાવું 

જો તમે સવારે ઘરની બહાર નીકળો અને કોઈને ઝાડુ મારતા જુઓ તો આ પણ ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ થાય છે કે તમને ધનલાભ થવાનો છે. તમને કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળી શકે છે.

ઘરમાં કાળી કીડીઓ

જો ઘરમાં અચાનક ઘણી બધી કાળી કીડીઓ નીકળવા લાગે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પર કાળી કીડીઓ આવે તો વધુ શુભ ગણાય ચે. તે માતા લક્ષ્મીના આગમનનો સ્પષ્ટ સંકેત છે.

ઘરમાં પક્ષીનો માળો

જો ઘરમાં અચાનક કોઈ પક્ષી આવે અને માળો બનાવે તો તે શુભ સંકેત હોય છે. તેનાથી ઘરમાં સુખ અને સૌભાગ્ય વધે છે. જો પક્ષી માળામાં ઈંડા પણ મુકે તો તે વધારે શુભ કહેવાય છે તેનાથી તમારી આવક વધવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news