Palmistry Science : હસ્તરેખાશાસ્ત્ર એ ખૂબ જ પ્રાચીન વિજ્ઞાન છે. આના પરથી વ્યક્તિનો મૂડ જાણી શકાય છે. પરંતુ આજે અમે તમને હથેળીના તે નિશાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દુનિયાના માત્ર 3 ટકા લોકોના હાથમાં જ જોવા મળે છે. આ ખૂબ જ શુભ ચિન્હ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના હાથમાં પણ જોવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, ગ્રીસના મહાન યોદ્ધા સિકંદરના બંને હાથમાં એક અદ્ભુત સંયોગ હતો. વાસ્તવમાં આ નિશાન અંગ્રેજી અક્ષર X નું છે, જે આખી દુનિયામાં માત્ર 3 ટકા લોકોના બંને હાથમાં છે. મોસ્કોની STI યુનિવર્સિટીના એક સંશોધન લેખમાં આ વાત કહેવામાં આવી છે. આ લેખમાં વિશ્વના લાખો લોકો સાથે વાત કરવામાં આવી હતી અને તેમના હાથ પરની રેખાઓનો અભ્યાસ કરાયો હતો. જેના બાદ આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. આ સંશોધનમાં સંશોધકોએ જીવિત અને મૃત લોકોની માહિતી એકત્રિત કરી હતી. સંશોધન પછી પ્રકાશમાં આવ્યું કે જેમના હાથ પર X નું નિશાન હતું તે મોટા નેતાઓ, લોકપ્રિય વ્યક્તિત્વ અથવા મહાન કાર્યો કરનારા લોકો હતા.


આ પણ વાંચો : 


જોશીમઠના તબાહીની ચેતવણી 47 વર્ષ પહેલા અપાઈ હતી, ધ્યાન આપ્યુ હોત આજે પરિણામ બીજુ હોત


એન્જિનિયર વિદ્યાર્થીએ રચ્યો ઈતિહાસ, વિદેશી કંપનીએ 1 કરોડ 13 લાખના પેકેજની ઓફર કરી


જિમ બન્યા મોતના કારખાના, લખનઉના ડોક્ટરનો જીવ CPR આપ્યા બાદ પણ ન બચ્યો, CCTV


આ નિશાન શા માટે ખાસ છે
જે લોકોના બંને હાથ પર X નું નિશાન હોય છે, તેમનું ભાગ્ય ખૂબ જ બળવાન હોય છે. સફળતા તેમના પગ ચૂમી લે છે અને તેના માટે તેમને વધુ મહેનત કરવાની જરૂર નથી. કોઈ ચોક્કસ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે કોઈ ખાસ વ્યૂહરચના બનાવવાની જરૂર નથી. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથમાં આવો સંયોગ હોય તો તેને ક્યારેય કોઈ હરાવી શકતું નથી. જે લોકોના હાથમાં આ નિશાન હોય છે, તેઓ મહાન કામ કરે છે અને પ્રખ્યાત પણ થાય છે. તેમના મૃત્યુ પછી પણ લોકો તેમને યાદ કરે છે.


આ પણ વાંચો : શાહરૂખે સાબિત કર્યુ કે તે છે અસલી બાદશાહ, બહુચર્ચિત અંજલિ કેસમાં પરિવારને કરી મદદ