Astro Tips: ધર્મ શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. શિવજી પોતાના ભક્તો ઉપર જલ્દી પ્રસન્ન થાય છે તેથી જ તેમને ભોળાનાથ પણ કહેવાય છે. શિવભક્તો સોમવારે શિવલિંગનો અભિષેક કરવાનું ચૂકતા નથી. કહેવાય છે કે દર સોમવારે શિવલિંગ પર જલ અર્પણ કરવાથી પણ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે શિવજીને પ્રસન્ન કરવા હોય અને મનોકામના પૂર્તિની ઈચ્છા હોય તો નિયમિત ભગવાન શિવને જલ અર્પણ કરવું. પરંતુ શિવજીને જલ અર્પણ કરતી વખતે પણ કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. મોટાભાગના લોકો શિવજીને જલ અર્પણ કરવાની સાચી રીત થી અજાણ હોય છે. તેવામાં શિવજી નારાજ પણ થઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ શિવલિંગ પર જલ અર્પણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Ganga Saptami: ઘરમાં લક્ષ્મીજીનો થશે સ્થિર વાસ, 27 એપ્રિલે કરી લેવું આ સરળ કામ


Somwar Upay:સોમવારે કરો આ 8 સરળ ઉપાય, મહાદેવ દુર કરશે જીવનમાં આવેલા સંકટ


પૈસાની બાબતે હંમેશા રહે છે ચિંતા? તો અજમાવો તુલસીના મૂળનો આ અચૂક ઉપાય, થશે ધનના ઢગલા


- જ્યારે પણ તમે શિવલિંગ પર જલ અર્પણ કરતા હોય તો તમારું મુખ પૂર્વ દિશામાં ન હોવું જોઈએ. આ દિશામાં મુખ રાખીને શિવજીને જલ અર્પણ કરવાથી શિવજી નારાજ થાય છે. 


- તેવી જ રીતે શિવલિંગ પર પણ કરતી વખતે વ્યક્તિનું મુખ ઉત્તર કે પશ્ચિમ દિશામાં પણ ન હોવું જોઈએ. આ દિશાઓમાં ભગવાન શિવનો ખભો અને પીઠ હોય છે. તેથી આ દિશામાં મુખ કરીને જલ ચડાવવાથી પૂજા નું ફળ મળતું નથી. 


- શિવલિંગ પર જલ ચડાવો ત્યારે હંમેશા મુખ દક્ષિણ દશા તરફ હોવું જોઈએ. આમ કરવાથી પૂજા નું ફળ મળે છે અને શિવજી પ્રસન્ન થાય છે. 


- શિવજીને જલ હંમેશા તાંબા કે પિતાના પાત્રમાંથી જ ચડાવવું. સ્ટીલ ના લોટા થી ક્યારેય જલ ચડાવવું નહીં. આમ કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. 


- શિવલિંગ પર જલ ચડાવતી વખતે ક્યારેય ઉતાવળ ન કરવી. જલને હંમેશા ધીમીધારે ચડાવવું જોઈએ અને સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)