Somwar Upay:સોમવારે કરો આ 8 સરળ ઉપાય, મહાદેવ દુર કરશે જીવનમાં આવેલા સંકટ

Somwar Upay: આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તોની બધી જ મનોકામના પૂરી થાય છે. ભોળાનાથના આશીર્વાદથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આજે તમને આવા જ કેટલાક વિશેષ ઉપાયો વિશે જણાવીએ છીએ અને કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. 

Somwar Upay:સોમવારે કરો આ 8 સરળ ઉપાય, મહાદેવ દુર કરશે જીવનમાં આવેલા સંકટ

Somwar Upay: સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તોની બધી જ મનોકામના પૂરી થાય છે. ભોળાનાથના આશીર્વાદથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આજે તમને આવા જ કેટલાક વિશેષ ઉપાયો વિશે જણાવીએ છીએ અને કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. આ ઉપાય સોમવારે કરવા જોઈએ અને તે કરવામાં ખૂબ જ સરળ પણ છે. 

આ પણ વાંચો:

સોમવારે કરવાના ઉપાય

1. સોમવારના દિવસે ભગવાન શિવને તલ અને જવ અર્પણ કરવા જોઈએ તેનાથી પાપથી મુક્તિ મળે છે. 

2. સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરો ત્યારે ચંદન, ચોખા, બીલીપત્ર, ધતુરાના અથવા તો આંકડાના ફૂલ તેમજ દૂધ અને ગંગાજળ ચડાવવું જોઈએ. આ વસ્તુઓ ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. 

3. સોમવારના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ આ સાથે જ યથાશક્તિ ગરીબોને ભોજન કરાવવું જોઈએ. 

4. ભગવાન શિવને નંદી ખૂબ જ પ્રિય છે તેવામાં સોમવારના દિવસે નંદી ને ઘાસ ખવડાવવું શુભ માનવામાં આવે છે. 

5. સોમવારના દિવસે મહામૃત્યુંજય મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. આમ કરવાથી ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

6. સૂર્યાસ્ત પછી શિવાલયમાં દીવો પ્રજ્વલિત કરવો જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. 

7. સોમવારે ચંદ્રશેખર સ્ત્રોત નો પાઠ કરવો જોઈએ આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની નબળી સ્થિતિ મજબૂત થાય છે. 

8. સોમવારે અન્ય કોઈ ઉપાય ન કરી શકાય તો શિવ મંદિરમાં જઈને ભગવાન શિવનો દૂધ મધ અથવા તો ગંગાજળ થી અભિષેક કરવો જોઈએ. તેનાથી શિવજીના આશીર્વાદ મળે છે અને જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news