Colour and Jyotish: જે રીતે કોઈપણ અવાજ સન્નાટો દૂર કરે છે. તેમજ જીવનના સન્નાટાને વિવિધ રંગો દૂર કરે છે. જે રીતે સફેદ કપડા પર રંગ લગાવવાથી તે કપડાનો રંગ બદલાય છે, તેવી જ રીતે રંગોની પસંદગી પણ વ્યક્તિનો સ્વભાવ જણાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીળો- આ રંગ આધ્યાત્મિક તેમજ પ્રેમ અને ઉર્જાનું પ્રતીક છે. આ રંગથી પ્રભાવિત લોકો સંવેદનશીલ હોય છે. બીજાને મદદ કરવાની ભાવના તેમનામાં ખૂબ જ પ્રબળ હોય છે. જે લોકો આ રંગ પસંદ કરે છે તેઓ કાં તો શરમાળ હોય છે અથવા તો મસ્તી-પ્રેમી હોય છે. એકંદરે, તેઓ સારો સ્વભાવ ધરાવે છે અને પ્રકૃતિને ખૂબ પ્રેમ કરે છે.


ભુરો - જે લોકો ભૂરા રંગને પ્રાધાન્ય આપે છે, તે લાંબા ગાળાના સંબંધ અને તર્કમાં વીશ્વાસ કરે છે. આવા લોકો લોજિકલ ટેન કલર પસંદ કરે છે. જે લોકો આ રંગને પસંદ કરે છે તેઓ કોઈપણ કામ ધૈર્યથી કરવામાં માને છે.

આ પણ વાંચો:
ટોલ પ્લાઝા પર જો 10 સેકન્ડથી વધુ સમય થાય તો ટોલ ટેક્સમાં મળે મુક્તિ, જાણો નિયમ
એક એવું ગામ, જ્યાં પુત્રીના લગ્ન માટે પહેલી પસંદ હોય છે ભીખારી, ખાસ જાણો કારણ
ધો. 10ના પ્રથમ પેપર ગુજરાતીમાં જ બોર્ડે ભાંગરો વાટ્યો: મૂળ પંક્તિના રચનાકારને જ બદલી


વનસ્પતિ (આછો) લીલો- શાકભાજીનો લીલો રંગ સુરક્ષા, તર્ક, બંધારણ અને શિસ્ત વગેરેમાં વિશ્વાસ રાખવાની વૃત્તિ દર્શાવે છે. આ રંગ શારીરિક અને માનસિક શક્તિ પણ દર્શાવે છે. જે લોકો આ રંગ પસંદ કરે છે તે બુદ્ધિશાળી હોય છે પરંતુ તેમનામા પોતાની જાતને વ્યક્ત કરવુ એટલે કે માર્કેટિંગની કમી હોય છે. 


લીલો - જે લોકોને લીલો રંગ પસંદ હોય છે તેઓ પરિવર્તનને પસંદ કરે છે. તેઓ ખુબ જ બુદ્ધિશાળી તો હોય જ છે સાથે તેમની પાસે ઘણા આઈડીયા પણ હોય છે અને તેના આધારે તેઓ કામ પણ કરે છે. તેમની પાસે જબરદસ્ત સ્પર્ધાત્મક ક્ષમતા હોય છે અને તેઓ ક્યારેય જોખમ લેવાનું ચૂકતા નથી. 


વાદળી- જે લોકો આ રંગને પસંદ કરે છે તેઓ પૃથ્વી પરના સૌથી પ્યારા અને સહયોગીના રુપમા ઓળખાય છે. તેમના જીવનમાં સંબંધો અને આધ્યાત્મિકતા મહત્વપૂર્ણ હોય છે, આ લોકો શાંતિની શોધમાં હોય છે.


આ પણ વાંચો:
VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
ભાભી કહીને યુવકે ચાર બાળકોની માતાનું અપહરણ કર્યું, પતિએ કરી અજબ ગજબની ફરિયાદ

રાશિફળ 15 માર્ચ: આ જાતકોને આજે મોટા આર્થિક લાભની પ્રબળ સંભાવના, બિઝનેસમાં પ્રગતિ થશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube