Dhan Labh Upay: ઘરમાં જ્યારે કોઈ માંગલિક કાર્ય હોય છે ત્યારે કિન્નર દાન દક્ષિણા લેવા આવે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગ અને બાળકના જન્મ ઉપર કિન્નર જોવા મળે છે. માન્યતા છે કે તેમને દાન દક્ષિણા દેવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. શાસ્ત્રોમાં કિન્નર નો સંબંધ બુધ ગ્રહ સાથે દર્શાવાયો છે. કહેવાય છે કે કિન્નરના આશીર્વાદ મળી જાય તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્રો અનુસાર કિન્નરને કેટલીક વસ્તુઓનું દાન કરવાથી પણ વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. જો તમારા જીવનમાં પણ પૈસાની તંગી રહેતી હોય તો જાણી લો કે કિન્નરને કઈ કઈ વસ્તુનું દાન કરવાથી આર્થિક સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Ketu Gochar 2023: કેતુની વક્રી ચાલ ભરી દેશે આ 4 રાશિના જાતકોની તિજોરી


Budh Asta 2023: 19 જૂને બુધ થશે અસ્ત, આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સતર્ક


ભગવાનના રથની દોરી ખેંચવી અતિ શુભ, જાણો શા માટે લોકો આ કામ કરવા કરે છે પડાપડી


કિન્નરોને દાન કરો આ વસ્તુઓ


વસ્ત્રદાન - જો કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ નબળી હોય તો બુધવારના દિવસે કિન્નરને લીલા રંગના કપડા દાન કરો. તેનાથી કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત થાય છે.


ચોખા - શાસ્ત્રો અનુસાર કિન્નરને ચોખાનું દાન કરવું પણ શુભ ગણાય છે. બુધવારના દિવસે ચોખાનું દાન કરવાથી ઘરમાં ધન અને અન્નની ખામી સર્જાતિ નથી.


ઢોલક - જો તમને વેપાર કે કારકિર્દીમાં ઇચ્છિત પરિણામ ન મળતું હોય તો કિન્નરને ઢોલકનું દાન કરો. ઢોલક દાન કરવાથી આર્થિક તંગીથી છુટકારો મળે છે. 


સિક્કો - આર્થિક સ્થિતિ નબળી હોય અને કરજ વધેલું હોય તો કિન્નરને એક રૂપિયાના સિક્કા ઉપર પૂજામાં રાખેલી સોપારી મૂકીને દાન કરો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. માન્યતા છે કે જો કિન્નર તમને એક કે પાંચ રૂપિયાનો સિક્કો પરત કરે તો તે અતિ શુભ ગણાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)