Ketu Gochar 2023: કેતુની વક્રી ચાલ ભરી દેશે આ 4 રાશિના જાતકોની તિજોરી, ચારે તરફથી થશે લાભ જ લાભ

Ketu Gochar 2023: રાહુ અને કેતુ બે ગ્રહ એવા છે જેનું નામ આવતા જ લોકોના મનમાં ભય ઊભો થાય. કારણ કે આ બે ગ્રહના કારણે લોકોને સૌથી વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે પણ આ બે ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે લોકોના જીવનમાં ઉથલપાથલ પણ સર્જાઈ શકે છે. 30 ઓક્ટોબરે રાહુ અને કેતુ એકસાથે રાશિ પરિવર્તન કરશે. 18 મે 2025 સુધી આ ગોચર યથાવત રહેશે. આ સમય દરમિયાન કેતુ વક્રી થઈ કેટલીક રાશિના લોકોને શુભ ફળ આપશે. કેતુ વ્યક્તિને માલામાલ પણ કરી શકે છે. આવો જ ફેરફાર કેતુના વક્રી થવાથી ચાર રાશિના લોકોના જીવનમાં જોવા મળશે.

મેષ રાશિ

1/4
image

કેતુના ગોચના કારણે આ રાશિના લોકોને શુભ ફળ મળશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને નવી નોકરી મળી શકે છે. આવકના સાધનો વધશે અને પરિવારમાં ખુશીઓ વધશે. લવ લાઈફ માટે પણ આ ગોચર ઘણું સારું સાબિત થઈ શકે છે. જો વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે તો તેમને સારા પરિણામ મળશે.

કર્ક રાશિ  

2/4
image

આ રાશિના લોકોને કેતુ શુભ ફળ આપશે. જે લોકો વેપારમાં ભાગીદારી કરવા માંગે છે તેમને મોટી ડીલ મળી શકે છે જેનાથી તેમને લાભ થશે. આ સમય દરમિયાન તમારી આવક પણ વધી શકે છે. આ સિવાય નોકરીમાં પણ શુભ પરિણામ મળવાની સંભાવના છે. લગ્ન ઈચ્છુક લોકોની ઈચ્છા પુરી થઈ શકે છે.

ધન રાશિ

3/4
image

કેતુના પ્રભાવથી ધન રાશિના લોકો સુખ-સમૃદ્ધિનો આનંદ માણી શકશે. તમે જમીન કે વાહન પણ ખરીદી શકો છો. ભૌતિક સુખોમાં વધારો થશે. સમાજમાં નામ, સન્માન અને કીર્તિમાં વધારો થશે. તમને અચાનક નાણાકીય લાભ પણ મળી શકે છે.

મકર રાશિ

4/4
image

કેતુના ગોચરના કારણે મકર રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં લાભ વધશે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. આ સિવાય વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. જેમને વિદેશ જવું છે તેમની ઈચ્છા પુરી થઈ શકે છે.    

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)