Vastu Tips For Tawa: વાસ્તુશાસ્ત્રમાં ઘરની કેટલીક વસ્તુ સંબંધિત ખાસ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. આવો જ એક નિયમ છે રોટલીના તવાનો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તવાનો ઉપયોગ કરતી વખતે આ નિયમોને ફોલો કરો છો તો તમારા ઘરમાં હંમેશા બરકત રહે છે. દરેક ઘરમાં રોટલી તો રોજ બને છે પરંતુ મોટાભાગના લોકો તવાને લઈને આ નિયમનું પાલન કરતા નથી. જો તમે રોટલી બનાવતા પહેલા આ વસ્તુ કરી લેશો તો તમારા જીવનની સમસ્યાઓ આપમેળે દૂર થવા લાગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મની પ્લાન્ટ જ નહીં આ છોડ પણ ચુંબકની જેમ આકર્ષે છે ધન, જરૂરી છે કે યોગ્ય દિશામાં રાખો


શનિદોષ, આર્થિક તંગી, ઘરમાં કંકાશ સહિતની સમસ્યા તુરંત દુર કરે છે કાળા મરીના આ ટોટકા


સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વસ્તુઓ ન કરવી કોઈ સાથે શેર... કરવાથી ખરાબ થાય છે દાંપત્યજીવન



ધનપ્રાપ્તિ કરાવતા તવાના ઉપાય


1. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં રોટલી બનાવવાના તવાના અસરકારક ઉપાયો જણાવ્યા છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં બરકત રહે છે. આ ઉપાય કરવા માટે જ્યારે પણ તમે રોટલી બનાવવા માટે તવો ગરમ કરો ત્યારે તેના ઉપર થોડું દૂધ છાંટી દેવું. ત્યાર પછી જે પહેલી રોટલી બનાવો તે ગાયને ખવડાવી દેવી.


2. વાસ્તુશાસ્ત્ર અનુસાર રોટલી બનાવી લો પછી તવાને ક્યારેક ખુલ્લામાં જ્યાં ત્યાં મૂકી ન દેવો. તવો ઠંડો થઈ જાય એટલે તેને સાફ કરીને તેના યોગ્ય સ્થાન પર રાખો. સાફ કર્યા વિના તવો મૂકી દેવાથી ઘરના મુખ્ય વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.


3. રોટલી બનાવ્યા પછી તવાને ક્યારે ગેસ ઉપર મૂકી રાખવો નહીં. ગેસ બંધ કરીને તવો ગરમ હોય તે દરમિયાન જ તેમાં થોડું મીઠું ઉમેરી દેવું તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે.


4. રોટલી બનાવ્યા પછી તવાને સાફ કરીને એવી જગ્યાએ મૂકવો જોઈએ જ્યાં બહારની કોઈ વ્યક્તિની નજર ન પડતી હોય. 


આ પણ વાંચો:


ઘરના મંદિરમાં કરવા જ જોઈએ આ 4 ચિહ્ન, સુખ-સમૃદ્ધિ રહેશે ઘર પરિવારમાં


તુલસીના છોડ પાસે ભુલથી પણ ન રાખતા આ 5 વસ્તુ, ઘરમાં વધે છે દરિદ્રતા


માર્ચ મહિનામાં 4 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકોને થશે ધનલાભ
 


5. તવાને હંમેશા આડો કરીને રાખવો જોઈએ, તવાને ઉભો રાખવો કે લટકાવવો તે શુભ માનવામાં આવતું નથી. 


6. તવાને રસોડામાં જમણી તરફ રાખવો જોઈએ. 


7. તવો ગરમ હોય ત્યારે ક્યારેય તેના ઉપર પાણી છાંટવું જોઈએ નહીં. પાણી છાંટવાથી જે અવાજ આવે છે તેનાથી જીવનમાં મુશ્કેલીઓ. તવો ઠંડો થાય પછી જ તેને સાફ કરવો.