Shani Margi 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. તેથી શનિની બદલાયેલી ચાલની અસર લાંબા સમય સુધી રહે છે. શનિ ગ્રહની સ્થિતિ કોઈપણ વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. શનિ ગ્રહ પોતાના ગોચર દરમિયાન અલગ અલગ રાશિને પોતાની સ્થિતિના આધારે સારું કે ખરાબ ફળ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સર્વપિતૃ અમાસથી 3 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, દિવાળી પહેલા થશે મોટો આર્થિક લાભ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગોચર કરે છે ત્યારે કેટલાક શુભ યોગનું નિર્માણ પણ થતું હોય છે. હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી ચાલ ચાલી રહ્યા છે. હવે શનિ 15 નવેમ્બર 2024 થી માર્ગી થશે. એટલે કે શનિ સીધી ચાલ ચાલશે. જ્યારે શનિ માર્ગી થશે તો શશ રાજયોગનું નિર્માણ થશે. શનિના આ રાજ્યોગની અસર દરેક રાશિને થશે પરંતુ 5 રાશિ એવી છે જેમના માટે શનિનું માર્ગી થવું અત્યંત લાભકારક સાબિત થશે. 


શનિનો શશ રાજયોગ આ 5 રાશિ માટે શુભ 


આ પણ વાંચો: વર્ષો પછી બુધ, શુક્ર અને શનિએ બનાવ્યો મૂળ ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિ માટે સમય શુભ


મેષ રાશિ 


મેષ રાશિના લોકો માટે શનિનો શશ રાજયોગ અત્યંત અનુકૂળ રહેશે. વેપારમાં નવી તક પ્રાપ્ત થશે અને આવકમાં વધારો થશે. નોકરીમાં પદ વધી શકે છે. નવી નોકરી પણ મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. શેર માર્કેટથી લાભ થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. પ્રેમ જીવનમાં મજબૂતી આવશે. વિવાહ યોગ્ય લોકોને સારો પ્રસ્તાવ મળી શકે છે. 


આ પણ વાંચો: Bad Habits: આ 5 આદતો સૌથી ખરાબ, જેને હોય તેનું જીવન પસાર થાય દારુણ ગરીબીમાં


કર્ક રાશિ 


કર્ક રાશિ માટે પણ શશ રાજયોગ સકારાત્મક રહેશે. જીવન પર પોઝિટિવ અસર જોવા મળશે. વેપારમાં સ્થિરતા આવશે. આવકમાં વધારો થશે. નોકરીમાં સારી તક પ્રાપ્ત થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. જીવનસાથી સાથે સાથે સંબંધ મજબૂત રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. 


તુલા રાશિ 


તુલા રાશિના લોકો માટે પણ શશ રાજયોગ સકારાત્મક રહેશે. આવકમાં સંતુલન આવશે. વેપારમાં નવા સંપર્ક બનશે. આવકમાં વૃદ્ધિ થશે. નવી નોકરી મળી શકે છે. વિદેશ સંબંધિત વેપારથી લાભ થશે. ભાઈ-બહેનો સાથે સંબંધ મધુર બનશે. લવ લાઇફમાં રોમાન્સ વધશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. સ્વાસ્થ્ય સુધરશે બીમારીઓ દૂર થશે. 


આ પણ વાંચો: નવરાત્રિમાં આ 4 નિયમો અનુસાર કરજો પૂજા, દિવસ-રાત રુપિયા ગણવા પડશે એટલી વધશે આવક


મકર રાશિ 


મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. શનિના માર્ગી થવાથી શશ રાજયોગ બને છે તેનાથી મકર રાશિનો ભાગ્યોદય થઈ શકે છે. વેપારમાં લાભ વધશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપાર સંબંધિત યાત્રાથી લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. ભૂમિ સંબંધી લેનદેનથી લાભ થશે. માતા પિતા સાથે સંબંધ મધુર રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 


આ પણ વાંચો: ભુલથી પણ આ 5 વસ્તુઓ દાનમાં આપવી નહીં, છીનવાઈ જશે સુખ-શાંતિ, પરિવાર આવી જશે રસ્તા પર


મીન રાશિ 


મીન રાશિના લોકોને પણ તેમના પ્રયત્નોનું ઉત્તમ ફળ મળશે. વેપારનો વિસ્તાર થશે. આવક વધશે. નોકરીમાં સફળતા મળશે. રોકાણથી સારું રિટર્ન મળશે. બચતમાં વધારો થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે લાભ થશે. વાહન સુખ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)