Shash Rajyog: વૈદિક જ્યોતિષ મુજબ શશ રાજયોગ કર્મફળ દેવતા અને ન્યાયના સ્વામી શનિદેવ દ્વારા બનતો વિશેષ યોગ છે. શનિ ગ્રહ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે. જે તેમની મૂળ ત્રિકોણ રાશિ છે. પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોવાના કારણે શનિ હાલ ખુબ બળવાન છે અને શશ રાજયોગનું નિર્માણ કરે છે. વક્રી હોવા છતાં આ રાજયોગનું નિર્માણ કરવાના કારણે શનિદેવનો કેટલી રાશિઓ પર સારો એવો પ્રભાવ રહેશે. અત્રે જણાવવાનું કે શનિદેવ 30 જૂનના રોજ વક્રી થવાના છે. જેની કારાત્મક અસર અનેક રાશિઓ પર પડી શકે છે. પરંતુ 3 રાશિઓ તેનાથી દૂર રહી શકે છે. જાણો એવી કઈ 3 લકી રાશિઓ છે અને આ રાશિઓના જાતકોના જીવન પર કઈ સકારાત્મક અસરના યોગ બની રહ્યા છે? જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શશ રાજયોગની આ રાશિઓ પર કેવી પડશે અસર...


કન્યા રાશિ
તમારા માટે આર્થિક અને સામાજિક ઉત્થાનનો સમય સિદ્ધ થઈ શકે છે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જેનાથી તમારું આર્થિક સંકટ દૂર થશે અને રોકાણનો પણ લાભ મળી શકે છે. વેપારમાં નફો વશશે. કરિયરમાં પ્રગતિ થશે, સંસ્થા તરફથી કોઈ નવી જવાબદારી મળી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોની સામાજિક જવાબદારીઓ વધશે. લવ લાઈફમાં સુખદ અનુભવ થઈ શકે છે. પાર્ટનર સાથે સંબંધ મધુર બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 


ધનુ રાશિ
માનસિક અને આધ્યાત્મિક બળ વધશે. કામ પ્રત્યે લગનથી તમને ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી અને મજબૂત  થશે. વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળશે. તમારી મહેનત રંગ લાવશે અને પરીક્ષામાં સારો રેંક આવે તેવા યોગ છે. કારોબાર માટે ધનની વ્યવસ્થા થવાથી પ્રગતિના યોગ છે. બીજા શહેરોમાં વેપાર વિસ્તરી શકે છે. લવલાઈફમાં પાર્ટનર સાથે નીકટતા વધશે. પરિણીત જાતકો માટે સંતાન પ્રાપ્તિના યોગ છે. 


મકર રાશિ
સામાજિક જીવનમાં તમારી ભાગીદારી વધશે. પૈસા કમાવવાની નવી તકો મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. જૂની ઢબ કરતા હટીને વેપારના ક્ષેત્રમાં નવા પ્રયોગો કરવાથી સકારાત્મક અસર જોવા મળશે અને આવક અને  બેંક બેલેન્સમાં પર તેની અસર જોવા મળશે. યોગ્ય સલાહકારોની મદદથી વેપારમાં નવી ઊંચાઈ પર જઈ શકો છો. પરિવારના સભ્યોનો સાથ મળશે. લવ લાઈફમાં મધુરતા આવશે. સંતાન સુખ મળવાના યોગ છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)