Shukra Gochar 2023: શુક્ર ગ્રહનું 30મી મે 2023ના રોજ ચંદ્રમાની રાશિ કર્કમાં ગોચર થઈ રહ્યું છે. જેની તમામ 12 રાશિઓ પર અસર પડશે. શુક્ર ગ્રહને ધન અને વૈભવ, એશો આરામનો કારક માનવામાં આવે છે. તેનું ગોચર અનેક રાશિઓને ધનલાભ ઉપરાંત વૈવાહિક સુખ પ્રદાન કરશે. અત્રે જણાવવાનું કે શુક્ર ગ્રહ હાલ મિથુન રાશિમાં બિરાજમાન છે. અને 30મી મેના રોજ સાંજે 7.51 વાગે ચંદ્રમાની રાશિ કર્કમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેની 3 રાશિઓ પર સીધી અસર પડવાની છે. આ રાશિવાળા માટે ધનલાભના યોગ બની રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર ગોચરથી ધનલાભના યોગ
શુક્ર ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ ગ્રહ ધન, વૈભવનો કારક ગ્રહ મનાતો હોવાથી તેના ગોચરથી 3 રાશિવાળાઓને  ખુબ લાભ થશે અને તેમના પર પૈસાનો વરસાદ  થશે. આ ઉપરાંત શુક્ર ગ્રહ રોમાંસ અને વૈવાહિક સુખનો અધિપતિ માનવામાં આવે છે. તેના ગોચરથી કેટલીક રાશિવાળાઓના જીવનમાં પ્રેમ અને રોમાન્સ હિલોળા લેશે. 


મિથુન રાશિ
શુક્ર ગ્રહનું મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર થઈ રહ્યું છે. જેના કારણે મિથુન રાશિના જાતકોને તેનો ખુબ ફાયદો થશે. મિથુન રાશિના જાતકોને આ ગોચરના કારણે પૈતૃક સંપત્તિથી લાભ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. આ ઉપરાંત મિથુન રાશિવાળાને બુદ્ધિના દમ પર ધન મેળવવામાં પણ સફળતા મળી શકે છે. 


આ તારીખે છે નિર્જળા એકાદશી, વ્રતના દિવસે આ ભુલ કરશો તો નહીં મળે એકાદશી કર્યાનું ફળ


રાશિફળ 29 મે: આ રાશિવાળાને આજે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ, પ્રગતિથી મન પ્રસન્ન રહેશે


Vastu Tips: સાવરણી સંબંધિત આ ભુલ ન કરવી ક્યારેય, કરવાથી ઘરમાં વધે છે દરિદ્રતા


કર્ક રાશિ
શુક્ર ગ્રહનું ગોચર કર્ક રાશિમાં થવાનું છે. જેના કારણએ કર્ક રાશિવાળા જાતકોની કમાણીના તમામ દ્વાર ખુલશે. આ સાથે જ કર્ક રાશિના જાતકોના આવકના સ્ત્રોત વધશે અને ખર્ચામાં ઘટાડો થશે. જેના કારણે ધનમાં વધારો થશે. 


કન્યા રાશિ
શુક્ર ગોચરનો જબરદસ્ત ફાયદો કન્યા રાશિના જાતકોને પણ થઈ શકે છે. ગોચરથી કન્યા રાશિવાળા પર માતા લક્ષ્મીની કૃપા રહેશે અને ધન સંલગ્ન તમામ સમસ્યાઓ ખતમ થઈ શકે છે. આ સાથે જ કન્યા રાશિના જાતકો માટે પગારમાં વધારો અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube