આ તારીખે છે નિર્જળા એકાદશી, પૂજામાં કરેલી આવી ભુલના કારણે નથી મળતું એકાદશી કર્યાનું ફળ

Nirjala Ekadashi 2023: નિર્જળા એકાદશીમાં પાણી પણ ગ્રહણ કરવાની મનાઈ હોય છે. તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. બારસની તિથિએ સૂર્યોદય થયા પછી નિર્જળા એકાદશી વ્રત ખોલવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે.

આ તારીખે છે નિર્જળા એકાદશી, પૂજામાં કરેલી આવી ભુલના કારણે નથી મળતું એકાદશી કર્યાનું ફળ

Nirjala Ekadashi 2023: એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. એક વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે. એકાદશી પર ભગવાન વિષ્ણુજીની આરાધના કરવાથી અને વ્રત કરવાથી ઘણા લાભ થાય છે. વર્ષ દરમિયાન આવતી એકાદશી ખાસ હોય છે. જેમકે નિર્જળા એકાદશી. નિર્જળા એકાદશીમાં પાણી પણ ગ્રહણ કરવાની મનાઈ હોય છે. તેથી તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. બારસની તિથિએ સૂર્યોદય થયા પછી નિર્જળા એકાદશી વ્રત ખોલવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે.

આ પણ વાંચો:

નિર્જલા એકાદશી 2023 
 
આ વર્ષે નિર્જળા એકાદશી 31મી મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સવારે વહેલા સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. આ દિવસે પીળા કપડા પહેરવા વધુ ઉત્તમ ગણાય છે. ત્યારપછી શ્રી હરિનું સ્મરણ કરો અને ઉપવાસ કરવાનો સંકલ્પ લો. એકાદશીનું વ્રત કરવું હોય તો દશમની તિથિથી જ તામસિક ભોજન ન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. એકાદશીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો. તેના માટે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટાને પાટલી પર પીળું કપડું પાથરી તેના પર પધરાવો. ત્યારપછી ભગવાનને પીળા ફૂલ, પીળા ચોખા, પીળા ફળ અને પીળી મીઠાઈ અર્પણ કરો. એકાદશીની કથા વાંચો અને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો.  

નિર્જળા એકાદશીના દિવસે ન કરવા આ કામ 
 
- નિર્જળા એકાદશીના દિવસે સવારે મોડે સુધી ન સૂવું, આ દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરી લેવું.

- નિર્જળા એકાદશીના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા. જે લોકો ઉપવાસ નથી કરતા તેમણે પણ આ દિવસે કાળા કપડા ન પહેરવા જોઈએ.

- નિર્જળા એકાદશીના દિવસે ડુંગળી, લસણ, ચોખા, દારૂ વગેરેનું સેવન ન કરવું.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news