Vastu Tips: સાવરણી સંબંધિત આ ભુલ ન કરવી ક્યારેય, કરવાથી વર્ષો સુધી ભોગવવી પડે છે દરિદ્રતા

Vastu Tips: સાવરણી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવી શકે છે. આ જ કારણ છે કે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તો ઘરમાં સાવરણી યોગ્ય દિશામાં રાખવાથી ગરીબી આવતી નથી. પરંતુ જો તમે સાવરણી સંબંધિત કેટલીક ભુલો કરો છો દરિદ્રતા તમારો પીછો છોડતી નથી. 

Vastu Tips: સાવરણી સંબંધિત આ ભુલ ન કરવી ક્યારેય, કરવાથી વર્ષો સુધી ભોગવવી પડે છે દરિદ્રતા

Vastu Tips: હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. સાવરણીનો ઉપયોગ ઘર સાફ કરવામાં થાય છે પરંતુ તેનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. તેનાથી ઘરમાંથી ગરીબી પણ દુર થાય છે. સાવરણી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવી શકે છે. આ જ કારણ છે કે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તો ઘરમાં સાવરણી યોગ્ય દિશામાં રાખવાથી ગરીબી આવતી નથી. પરંતુ જો તમે સાવરણી સંબંધિત કેટલીક ભુલો કરો છો દરિદ્રતા તમારો પીછો છોડતી નથી. 

આ પણ વાંચો:  

Astro Tips: જો તમારા મનમાં પણ સતત રહેતો હોય ભય તો ઘરની આ દિશામાં કરી લો આ સરળ કામ
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાવરણી હંમેશા યોગ્ય દિશામાં રાખવી જોઈએ. સાવરણી ક્યારેય ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં ન રાખવી જોઈએ.  ઘરમાં સાવરણી હંમેશા દક્ષિણ કે પશ્ચિમ-દક્ષિણ ખૂણામાં રાખવી શુભ માનવામાં આવે છે.

- સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ન શકે.

- સાવરણી ક્યારેય ઊભી ન રાખવી જોઈએ. તેના કારણે ઘરમાં ગરીબી વધે છે.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કોઈ વ્યક્તિ બહાર જાય પછી તુરંત જ સાવરણી લગાવવી ન જોઈએ. આમ કરવાથી ઘરની બહાર જતા વ્યક્તિને પોતાના કામમાં સફળતા નથી મળતી.

- જો સાવરણી તુટી ગઈ હોય તો તેને તુરંત જ બદલી દેવી જોઈએ. તૂટેલી સાવરણી રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ થાય છે.  

- નવી સાવરણી હંમેશા શનિવારે જ લેવી. શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news