Solar Eclipse 2024 : એપ્રિલ 8 ના રોજ 2024 ના વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. પરંતુ તેની અસર ભારતમાં થશે નહીં. આ દિવસે 52 વર્ષ બાદ પ્રથમવાર પૂર્ણ સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. આઠ એપ્રિલે પડનાર આ સૂર્યગ્રહણનો સમય 4.25 મિનિટનો છે. આ સૂર્ય ગ્રહણના આગામી દિવસે ભારતમાં હિન્દુ નવું વર્ષ અને ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આઠ એપ્રિલે લાગનાર સૂર્ય ગ્રહણ અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, મેક્સિકો, આયર્લેન્ડમાં જોવા મળશે. ભારતીય સમયાનુસાર સૂર્ય ગ્રહણ આઠ એપ્રિલની રાત્રે 9.12 મિનિટ પર શરૂ થશે. પરંતુ તેની અસર દેશમાં થશે નહીં. ત્યારે અંબાજી મંદિર ગ્રહણના દિવસે ચાલુ રહેશે કે બંધે તેની મંદિર દ્વારા માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી મંદિર ગ્રહણના દિવસે ચાલુ રહેશે
મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાદ્યાએ જણાવ્યું કે, આ સૂર્ય ગ્રહણ ભારતમાં ન દેખાવાના કારણે અંબાજી મંદિરની કોઈ જ ધાર્મિક ક્રિયા ઉપર તેની અસર રહેશે નહિ અને દર્શન આરતી સહિતના પૂજા પાઠ રાબેતા મુજબ જ રહેશે. મંદિર પણ દર્શનાર્થીઓ માટે સમય અનુસાર ચાલુ જ રહેશે. 


ચિત્તા કરતા પણ ફાસ્ટ દોડશે ભારતની આ ટ્રેનો, રેલવેએ ઘટાડ્યો ટ્રેનનો સમય


ભારતમાં કોઈ સૂતક કાળ નહિ લાગે 
તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2024 માં ચંદ્રગ્રહણ પછી વર્ષ નું બીજું ગ્રહણ આવતી કાલે થવા જઈ રહ્યું છે. જોકે આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ હશે, જે ચૈત્રી નવરાત્રિના એક દિવસ પહેલા થશે. આમ તો જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણનું વિશેષ મહત્વ રહેલું છે પણ આ સૂર્ય ગ્રહણની ભારતમાં કોઈ જ અસર થશે નહિ. તેના કારણે સૂતક કાળ માન્ય રહેશે નહિ. 2024 નું પ્રથમ સૂર્ય ગ્રહણ આવતી કાલ 8 એપ્રિલે થશે, જે ભારતીય સમય અનુસાર આ ગ્રહણ રાત્રે 9.12 વાગે શરુ થશે અને 9 એપ્રિલની વહેલી સવારે 2.22 સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં ન દેખાવાના કારણે સૂતક કાળ માન્ય રહેશે નહિ. યાત્રાધામ અંબાજી મંદિરની પૂજા અર્ચના સહિત કોઈ પણ ધાર્મિક વિધિ પર તેની કોઈ જ અસર થશે નહિ.


આ Video જોઈ તમારું લોહી ઉકળશે! અમેરિકામાં ગુજરાતીઓ જ ગુજરાતીઓ પર કરે છે અત્યાચાર, આ રહ્યો બોલતો પુરાવો


સૂર્ય ગ્રહણ કયાં જોવા મળશે
આ વખતે સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ દુનિયાના વિવિધ ભાગ જેમ કે કેનેડા, મેક્સિકો, બરમૂડા, કેરેબિયન, નેધરલેન્ડ, કોલંબિયા, કોસ્ટા રાઇસ, ક્યૂબા, ડોમિનિકા, ગ્રીનલેન્ડ, આયર્લેન્ડ, આઇસલેન્ડ, જમૈકા, નોર્વેમાં જોવા મળશે. પનામા, નિકારાગુઆ, રશિયા, પ્યૂર્ટો રિકો, સેન્ટ માર્ટિન, વેનેઝુએલા, યુનાઇટેડ કિંગડમ, બહામાસ, સ્પેન, સંયુક્ત રાજ્ય અમેરિકા અને અરૂબા અને અન્ય દેશોમાં જોવા મળશે. 


કેમ છે ખાસ
કહેવામાં આવે છે કે આવું સૂર્ય ગ્રહણ ભારતમાં વર્ષ 1971માં જોવા મળ્યું હતું. આ ગ્રહણ દરમિયાન ચંદ્રમા થોડા સમય સુધી સૂર્યને ઢાંકી દેશે અને આશરે 7.5 મિનિટ સુધી આકાશમાં અંધારૂ થઈ જશે. જે સ્થાનો પર તે જોવા મળે છે ત્યાં દિવસે રાત્રી થવા લાગશે.  


અમદાવાદની એક સોસાયટીના 174 ફ્લેટ્સમાંથી 74 PG, રહીશોએ નવો નિયમ બનાવતા થઈ બબાલ