Surya Gochar 2024: નોકરીમાં પ્રગતિ અને પ્રોપર્ટીમાં ફાયદો, સૂર્ય ગોચરથી આ 4 જાતકોનું ચમકી જશે ભાગ્ય
Surya Gochar 2024: સૂર્ય દેવ આવનારી 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે. ગ્રહોના રાજા સૂર્યને જ્યોતિષમાં વિશેષ ધ્યાન છે. સૂર્ય દરેક રાશિમાં લગભગ એક મહિના સુધી બિરાજમાન રહે છે. જાણો સૂર્યના ગોચરથી કયાં જાતકોને ફાયદો થશે.
નવી દિલ્હીઃ Surya Gochar 2024: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું વિશેષ સ્થાન છે. સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ ગોચરનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. સૂર્ય દેવ 16 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ગોચર કરશે. જાણો આ ગોચર કઈ રાશિ માટે શુભ છે.
કન્યા રાશિમાં ગોચર કરશે સૂર્ય
સૂર્ય દેવ 16 સપ્ટેમ્બરે સાંજે 7:52 કલાકે સિંહ રાશિમાંથી નિકળી કન્યા રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં સૂર્ય દેવ 16 ઓક્ટોબર સુધી રહેશે. ખાસ વાત છે કે તે સૂર્ય દેવના મિત્ર ગ્રહની રાશિ છે. વ્યક્તિની કુંડળીમાં સૂર્ય સારા સ્વાસ્થ્ય, પ્રસિદ્ધિ, નામ, સરકારી નોકરી, સફળતા, ઉચ્ચ પદના કારક હોય છે. તે દરેક રાશિમાં લગભગ એક મહિના સુધી બિરાજમાન રહે છે.
જ્યોતિષમાં સૂર્યને આત્માકારક ગ્રહ કહેવામાં આવે છે. તેના પ્રભાવથી આત્મવિશ્વાસ વધે છે. પિતા, અધિકારી અને શાસકીય મામલામાં સફળતા પણ સૂર્યના શુભ પ્રભાવથી મળે છે.
આ પણ વાંચોઃ શનિ પર પડશે સૂર્યની શુભ દ્રષ્ટિ, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, સફળતા સાથે ધનલાભનો યોગ
ચાર રાશિઓ માટે ફાયદાકારક
સૂર્યના શુભ પ્રભાવથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિનો યોગ બને છે અને લીડરશીપ કરવાની તક પણ મળે છે. વૃષભ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના જાતકોની નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. સંપત્તિ અને આર્થિક મામલામાં ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે. ભાગ્યનો સાથ મળી શકે છે. પારિવારિક મામલા માટે પણ સમય શુભ કહી શકાય છે. આ ચાર રાશિઓ પર વર્તમાન અશુભ ગ્રહ સ્થિતિનો પ્રભાવ પડશે નહીં.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.