શનિ પર પડશે સૂર્યની શુભ દ્રષ્ટિ, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, સફળતા સાથે ધનલાભનો યોગ

Shani Surya Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ પર સૂર્ય દેવની દ્રષ્ટિ પડી રહી છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

સૂર્ય-શનિ

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી અન્ય ગ્રહો પર શુભ દ્રષ્ટિ પાડે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 16 સપ્ટેમ્બરે ગ્રહોના રાજા સૂર્ય સિંહ રાશિમાંથી નિકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પર શનિ પર સૂર્ય દેવની દ્રષ્ટિ પડી રહી છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોની કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મિથુન રાશિ

2/5
image

તમારા લોકો માટે શનિ પર સૂર્યની દ્રષ્ટિ લાભકારી સાબિત થઈ શકે છે. તમારા અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. તો તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આ દરમિયાન કાર્યસ્થળ પર તમારા કામને સફળતા મળવા લાગશે. તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે. આ સમયે તમને પારિવારિક જીવનમાં આનંદ અને શાંતિ બંને મળશે. સાથે વેપારીઓને ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.

કર્ક રાશિ

3/5
image

શનિ પર સૂર્ય દેવની દ્રષ્ટિ તમારા લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને કામ-ધંધામાં સારી સફળતા મળી શકે છે. તો નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. જો તમારી કોઈ લોન ચાલી રહી છે તો તેમાંથી તમને મુક્તિ મળી શકે છે. સાથે તમે તમારા આત્મવિશ્વાસની મદદથી સફળતા હાસિલ કરશો. તમારી મહેનતની પ્રશંસા કરવામાં આવશે. આર્થિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ દરમિયાન તમને ધનલાભ થશે. 

મીન રાશિ

4/5
image

તમારા લોકો માટે શનિ પર સૂર્ય દેવની દ્રષ્ટિ પડવી લાભદાયક સાબિત થઈ શકે છે. તેથી આ સમયમાં તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન કોર્ટ-કચેરીના મામલામાં તમને સફળતા મળી શકે છે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે. તમારૂ મન પ્રસન્ન અને સંતુષ્ટ રહેવાનું છે. તમે તમારા કરિયરમાં મોટી સિદ્ધિ હાસિલ કરી શકો છો. સાથે તમને રોકાણથી લાભ મળી શકે છે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.