Makar Sankranti festival: કહેવાય છે કે ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ હતી. પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલ્‍કુ ને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્‍ધ હતું. દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હતી. આ ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્‍ડ, બર્મા, ભારત, અરબ, ઉત્તર આફ્રિકા સુધી થયો. પતંગ ઉડાડવાનો શોખ દુનિયાના અનેક ભાગોમાં થઇ ભારતમાં પહોચ્‍યો જે આજે ભારતની સંસ્‍કૃતિ અને સભ્‍યતામાં વણાઇ ગયો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Traffic Challan:ખિસ્સામાં લઇને ફરજો 2000 રૂપિયા! જાણી લો ટ્રાફિકના નવા નિયમો
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!


ઉતરાયણ એટલે સૂર્યનું ઉત્તર દીશામાં પ્રયાણ થવુ, આ દિવસ પવિત્ર હોઇ નદીઓમાં સ્‍નાન કરવું, ગરીબોને દાન આપવાની પરંપરા ચાલતી આવી છે. અન્‍ય દેશોમાં પતંગ 2300 વર્ષના ઇતિહાસમાં વિવિધ માન્‍યતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસોની વાહક પણ રહી છે. માનવીની આકાંક્ષાઓને આકાશની ઉંચાઇઓ સુધી લઇ જનારી પતંગ કયાંક અપશુકનની કે પછી કયાંક ઇશ્વર સુધી પોતાનો સંદેશ પહોંચાડવાના માધ્‍યમના રૂપમાં પ્રતિષ્‍ઠિત છે.

આ પણ વાંચો: રાત્રે મોજા પહેરીને સુવું યોગ્ય છે કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
આ પણ વાંચો: દેશની આ 3 બેંકો પર ભરોસો કરો ક્યારેય નહીં ડૂબે રૂપિયા, RBIએ આપી ગેરંટી
આ પણ વાંચો: BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો


ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્‍યાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતી. જયારે કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને  પણ અપશુકન માનવામાં આવતી.  પતંગ ધાર્મિક આસ્‍થાઓના પ્રદર્શનનું પણ માધ્‍યમ રહી છે. થાઇલેન્‍ડના લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોંચાડવા માટે વર્ષા ઋતુમાં પતંગ ચગાવતા. જયારે કોરીયામાં લોકો દ્વારા  પતંગ પર બાળકોના નામ અને તેની જન્‍મ તારીખ લખી ઉડાડવામાં આવતી કે જેથી એ વર્ષે બાળક સાથે સંકળાયેલું દુર્ભાગ્‍ય પતંગની સાથે જ ઉડી જાય તેવી માન્‍યતા તેઓની સાથે જોડાયેલી છે.

આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો: BOB JOB 2023 : સીનિયર મેનેજરની પોસ્ટ માટે પડી છે જાહેરાત, 1.78 લાખ મળશે પગાર
આ પણ વાંચો: મહિને કેટલો હોય છે તમારા જિલ્લાના કલેક્ટરનો પગાર, આ મળે છે એમને સુવિધાઓ 


પતંગ સાથે  હવામાનનું થર્મોમીટર મીટર જોડી માહિતી મેળવવા આગાહી અને અભ્‍યાસ કરવા ઉપરાંત ડેલ્‍ટા યુનિ ઓફ ટેકનોલોજી દ્વારા એક પ્રોજેકટ હેઠળ 102 m ના પતંગ દ્વારા 10 કિલોવોટ સુધીની ઉર્જા ઉત્‍પાદનનો પ્રયોગ હાથ ધરવામાં આવ્‍યો હતો. આ અંગે જે વિસ્‍તારોમાં હવાનો તેજ પ્રવાહ હોય તેવા વિસ્‍તારોમાં પતંગની દોરી સાથે ટર્બાઇનની મુવમેન્‍ટ જોડીને ઉર્જા ઉત્‍પાદન ક્ષેત્રે સંશોધનના સતત પ્રયાસો હાથ ધરાઇ રહયા છે. આમ, આવી અનેક માન્‍યતાઓ પતંગના ઇતિહાસ અને ઉત્તરાયણ સાથે જોડાયેલી છે. 


આ પણ વાંચો: માત્ર 599 રૂપિયામાં ખરીદો આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન, મળશે 5000mAhની બેટરી
આ પણ વાંચો: Sara Ali Khan Oops Moment: સારાએ પેન્ટને માંડ માંડ સંભાળીને હાલતી પકડી, જુઓ વિડીયો
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube