Guruwar Ke Upay: શાસ્ત્રો કહે છેકે, ગુરુવાર બૃહસ્પતિ દેવ શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. તેથી વિષ્ણુ ભગવાન કે માતા લક્ષ્મીજીને ન ગમે તેવું કોઈપણ કામ ગુરુવારના દિવસે આપણે ન કરવું જોઈએ. ગુરુવારના દિવસે આ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય તેવા કામોને પ્રાધાન્ય આપવાથી જીવનમાં સારો એવો લાભ થાય છે. આ દિવસે લોકો સંપૂર્ણ વિધિ-વિધાન સાથે આ દેવતાઓની પૂજા કરે છે. ગુરુવારે કોઈ ખાસ કામ કરવાની પણ મનાઈ છે. આ દિવસે આ પ્રતિબંધિત કાર્યો કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. જો મહિલાઓ આ પ્રતિબંધિત કામ કરે છે તો તેમના પતિ અને બાળકોને નુકસાન થાય છે, જ્યારે પુરુષો જો આ કામ કરે છે તો તેમને આર્થિક નુકસાન થાય છે. તેમના સુખ અને સંપત્તિનો નાશ થાય છે. આવો જાણીએ એવા કામો વિશે જે ગુરુવારે ભૂલથી પણ ન કરવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


ભારત માટે આ 5 બોલરોએ ફેંક્યો સૌથી ઝડપી બોલ, આ બોલરે ટોપ પર 155ની સ્પીડથી ફેંક્યો બોલ


Health Care Tips: જંક ફૂડની જગ્યાએ આ વસ્તુઓ ખાઓ, બોડી હંમેશા રહેશે હિટ એન્ડ ફિટ


નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મોદી સરકારની મંજૂરી, 6 લાખ લોકોને મળશે નોકરી


બસ આ 7 વાતનું રાખો ધ્યાન, તમારી ગાડીમાં ક્યારેય નહીં લાગે આગ!


ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ:


  • ગુરુવારે રસોઈમાં ઉપરથી મીઠું ઉમેરીને ભોજન ગ્રહણ ન કરવું જોઇએ. તેનાથી સ્વાસ્થ્યમાં તો તકલીફ આવે જ છે સાથે જ તમારા બધાં કાર્યોમાં પણ અવરોધ આવી શકે છે ! કારણ કે તેનાથી વ્યક્તિનો ગુરુ ખરાબ થાય છે.

  • શક્ય હોય તો ગુરુવારે કપડા ધોવાનું ટાળવું જોઈએ.

  • ગુરુવારના રોજ ખીચડી ખાવી પણ વર્જિત મનાય છે.

  • એવુ માનવામાં આવે છે કે ગુરુવારે મહિલાઓએ વાળ ન ધોવા જોઇએ. કારણ કે તેનાથી ગુરુ ગ્રહ કમજોર થાય છે અને તેનાથી સંપત્તિ અને સંપન્નતામાં ઘટાડો થાય છે.

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે કબાટનું ક્યારેય વેચાણ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કચરો વેચવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નાશ થાય છે. ગુરુની અશુભ અસરને કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે અને બાળકોના ભણતર પર પણ અસર થાય છે.

  • ગુરુવારે રૂપિયાની લેવડ-દેવડ ટાળવી જોઈએ. આ દિવસે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડી શકે છે. જેના કારણે પરિવારના સભ્યોને પણ પૈસા અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

  • ગુરુવારના દિવસે પૂજા પાઠથી જોડાયેલ સામાન, આંખો સાથે જોડાયેલી કોઇપણ વસ્તુ, કોઇ ધારદાર વસ્તુ જેમ કે ચપ્પુ, કાતર, વાસણ કંઇ જ ખરીદવું ન જોઇએ. તે પણ અશુભ મનાય છે.

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે પુરુષોએ દાઢી ન કરવી જોઈએ. આ દિવસે નખ કરડવાથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગુરુવારે દાઢી કપાવવાથી અથવા નખ કાપવાથી ગુરુ ગ્રહ નબળો પડી જાય છે. જેના કારણે કાર્યોમાં અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોને બાળકો સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

  • લૌકિક માન્યતા એવી છે કે ગુરુવારે દક્ષિણ, પૂર્વ તેમજ નૈઋત્યમાં યાત્રા ન કરવી જોઈએ. ખાસ કરીને આ દિવસે દક્ષિણમાં દિશાશૂળ રહે છે. જો યાત્રા કરવી અનિવાર્ય જ હોય તો દહીં કે જીરું ખાઇને ઘરની બહાર નીકળવું. તે શુભદાયી બની રહેશે અને આવનારી મુસીબતોને નિવારશે.

  • જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ દોષ હોય તો તેણે ગુરુવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાથી અને આરતી કરવાથી ગુરુનો દોષ દૂર થાય છે, સાથે જ મોટી મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. અમારો આશય કોઈપણ પ્રકારે અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી. ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતું નથી.)


આ પણ ખાસ વાંચોઃ


Post Officeમાં રોકાણ છે તો આટલા મહિનામાં જ થઈ જશે ડબલ, ગેરંટી સાથે મળશે મોટો નફો


નોકરિયાતો માટે ખુશખબરી, આટલો ઉંચો પગાર હશે તો પણ નહીં ભરવો પડે Income Tax!


Adhar Card Update : પુરાવા વિના પણ કઈ રીતે બદલી શકો છો આધાર કાર્ડમાં એડ્રેસ? જાણો


અંગ્રેજોની મદદને ઠોકર મારી, આ ગુજરાતીએ કેમિકલ ક્ષેત્રે ભારતને બનાવ્યું આત્મનિર્ભર