બસ આ 7 વાતનું રાખો ધ્યાન, તમારી ગાડીમાં ક્યારેય નહીં લાગે આગ!

ઋષભ પંતની ગાડીનો અકસ્માત થયો અને ગાડી ભડકે બળવા લાગી. હાઈસ્પીડે આવતી કારના ફૂરચે ફૂરચાં ઉડી ગયાં. સદનસીબે હાલ ક્રિકેટરનો બચાવ થઈ ગયો છે. જોકે, તેને કેટલીક ઈજાઓ પણ પહોંચી છે. ત્યારે ખાસ સમજવા જેવી વાત છેકે, ગાડીમાં કેમ લાગે છે આગ? એ બાબત જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

બસ આ 7 વાતનું રાખો ધ્યાન, તમારી ગાડીમાં ક્યારેય નહીં લાગે આગ!

નવી દિલ્હીઃ જ્યારથી ક્રિકેટર ઋષભ પંતની કારનો અકસ્માત થયો છે અને તેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારથી આ ચર્ચાએ જોર પકડ્યું છે કે આગની ઘટનાથી કારને કેવી રીતે બચાવવી. ઘણા કારણોસર કારમાં આગ લાગી શકે છે. જોકે, કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખીને અને કેટલીક ટિપ્સને અનુસરીને આગની ઘટનાને અટકાવી શકાય છે. ચાલો અમે તમને એવી 7 ટિપ્સ જણાવીએ જેનાથી તમારી કારમાં આગ નહીં લાગે....

આ 7 બાબતોનું ધ્યાન રાખો:
- નિયમિત કારની સર્વિસ કરાવો. તેનાથી ઘણા ફાયદા છે જેમકે નિયમિત સર્વિસ કારને ફિટ રાખે છે.
- કાર સ્ટાર્ટ કરતાં પહેલાં મહત્વની વસ્તુઓ ચેક કરો, જેમ કે ઓઈલ લીકેજ છે કે કેમ વગેરે.
- કારમાં વધુ પડતી એસેસરીઝ ન મૂકો. એવી એક્સેસરીઝ ટાળો, જે શોર્ટ સર્કિટનું જોખમ વધારે છે.
- માત્ર OEM ઓથોરાઈઝ્ડ CNG કીટનો ઉપયોગ કરો. બજારમાં ઉપલબ્ધ કોઈપણ સીએનજી કીટનો ઉપયોગ કરવાનું ટાળો.
- માત્ર ઓથોરાઈઝ્ડ મોબાઇલ ચાર્જરનો ઉપયોગ કરો. બજારમાંથી કોઈપણ મોબાઈલ ચાર્જર ખરીદીને કારમાં ન લગાવો....
- કારની અંદર ધૂમ્રપાન ન કરો.  CNG કારમાં આગ લાગવાનું મોટું જોખમ છે.
- કારમાં અગ્નિશામક યંત્ર રાખો. જો કોઈ કારણોસર કારમાં આગ લાગી જાય તો આગ ઓલવવામાં તે કામમાં આવશે.

આમાંથી ભાગ્યે જ કોઈ એવી વસ્તુ હશે, જે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ખબર ન હોય, પરંતુ તેમ છતાં મોટાભાગના લોકો આ બાબતો પર ધ્યાન આપતા નથી. જે બિલકુલ ખોટું છે. પેટ્રોલ-ડીઝલ કાર હોય કે ઈલેક્ટ્રિક કાર, અનેક કારણોથી આગ લાગવાનો ખતરો રહે છે, એટલે જ અમુક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેનાથી તમે મોટા અકસ્માતથી બચી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news