Aloe Vera Vastu Tips: એલોવેરાને આયુર્વેદમાં એક જડીબુટ્ટી કહેવાય છે. એલોવેરાનો ઉપયોગ કરીને શરીરને નિરોગી રાખી શકાય છે તેમજ ત્વચા અને વાળને સુંદર બનાવી શકાય છે. જોકે એલોવેરા એવો છોડ છે જેનું મહત્વ આયુર્વેદની સાથે વાસ્તુશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એલોવેરાના કેટલાક સરળ ઉપાય કરીને વ્યક્તિ પોતાની સફળતામાં આવતી બાધાઓને દૂર કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ એલોવેરાના આવા જ કેટલાક ચમત્કારી ઉપાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલોવેરાના ચમત્કારી ઉપાયો


આ પણ વાંચો: વેપારમાં છપ્પર ફાડકે થશે નફો, અજમાવો આ સરળ વાસ્તુ ટીપ્સ, કર્યાની સાથે કરશે અસર


નોકરીની સમસ્યાઓ માટે


જો તમે નોકરી સંબંધિત સમસ્યા ઘરની પશ્ચિમ દિશામાં એલોવેરાનો છોડ લગાડો. તેનાથી તમારા જીવનના પ્રગતિના રસ્તા ખુલી જશે સાથે જ ઘર પરિવારમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.


લવ લાઈફ માટે


જો તમારો લવ પાર્ટનર અથવા તો પતિ તમારી સાથે ઝઘડો કરતો હોય અને તમારી વચ્ચે સતત મનમુનાવ રહેતો હોય તો ઘરની પૂર્વ દિશામાં એલોવેરાનો છોડ રાખો. આમ કરવાથી લવલાઇફ અને પારિવારિક જીવનમાં પ્રેમ વધે છે.


આ પણ વાંચો: પગનો આકાર અને તેના પરના નિશાન જણાવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે કે ભાગ્યહીન


આર્થિક સમસ્યા દૂર કરવા


જો તમારી સ્થિતિ આર્થિક રીતે નબળી છે અને ઘરમાં હંમેશા ધનની સમસ્યા રહે છે તો તમે તમારા ઘરની બાલકની અથવા તો બગીચામાં એલોવેરાનો છોડ લગાડો. આમ કરવાથી ઘરમાં ધન આકર્ષિત થાય છે અને મન પણ શાંત રહે છે.


આ દિશામાં ન રાખો એલોવેરા


એલોવેરાનો છોડ ઘરમાં રાખવો શુભ ગણાય છે. પરંતુ જો તમે તેને ખોટી દિશામાં રાખો છો તો તે અશુભ પરિણામ આપે છે. વાસ્તુ અનુસાર એલોવેરાનો છોડ હંમેશા યોગ્ય દિશામાં જ રાખવો જોઈએ. આ છોડને ભૂલથી પણ ઉત્તર પશ્ચિમ દિશામાં ન રાખતા. તેનાથી ઘરની સમસ્યાઓ વધવા લાગે છે.


આ પણ વાંચો: 31 ડિસેમ્બરે મહા પરિવર્તન, ગુરુ ગ્રહ થશે માર્ગી, જાણો કઈ રાશિઓના 2024 માં ખુલશે નસીબ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)