ઝી મીડિયા/બ્યૂરો :વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશજીના પાવન પર્વ (#HappyGaneshChaturthi) નિમિત્તે આપ સૌને ZEE 24 કલાકના જય શ્રી ગણેશ. ગણેશ પુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ દુંદાળા દેવ ગણેશજીનો જન્મ થયો હતો. આ તિથિએ ગણેશ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આજના દિવસે ગણેશ સ્થાપનાથી જ ગણેશોત્સવની શરૂઆત થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે. તો આજથી શરૂ થતા અને અનંત ચૌદશ સુધી ચાલનારું આ પર્વ કોરોના કાળ હોવાથી સાદગીથી ઉજવાશે. અનેક ભક્તોએ માટીના ગણેશ (clay ganesha) ની પોતાના ઘરે સ્થાપના કરવાની સવારથી જ શરૂઆત કરી છે. સોસાયટીમાં 2 ફૂટની દુંદાળા દેવની મૂર્તિનું સ્થાપન (ganesh utsav 2020) કરવાની મંજૂરી આપવામાં આવી હોવાથી સૌ કોઈ લોકો વિઘ્નહર્તાની 10 દિવસ પૂજા કરશે. આજે ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવા માટે ત્રણ શુભ મુહૂર્ત છે. ઘર, દુકાન કે ઓફિસમાં ગણેશ સ્થાપના માટેનું પહેલું મુહૂર્ત સવારે 7 વાગીને 29 મિનિટથી સવારે 9 વાગીને 45 મિનિટ સુધી છે. બીજું મુહૂર્ત બપોરે સવા બે વાગ્યાથી સાંજે 4 વાગીને 21 મિનિટ સુધી છે. અને ત્રીજું શુભ મુહૂર્ત સાંજે 7 વાગીને 42 મિનિટથી રાત્રે 9 વાગીને 10 મિનિટ સુધી છે. તો આપણે સૌ પ્રાર્થના કરીએ વિઘ્નહર્તા કોરોના સંકટમાંથી આપણને મુક્તિ અપાવે અને તમામ કષ્ટને ભગવાન શ્રીગણેશજી નષ્ટ કરે.


મિત્રો સાથે પાર્ટી કરીને ઘરે આવી રહેલ યુવક સરિયામતીના વહેણમાં ડૂબ્યો, નદી પાસે મળી સ્વીફ્ટ કાર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળમાં મંદિરમાં કે ઘરમાં ગણેશજીની સ્થાપના તો કરી શકાશે, પરંતુ ઉજવણી સાદગીથી કરવાની હોવા ઉપરાંત વડીલો અને બાળકોને ઘરની બહાર ઓછું નીકળવાનું હોવાથી ઘરે બેઠાં જ ZEE 24 કલાક આપને કરાવશે. દરેક સોસાયટી, દરેક શહેર, દરેક ગામ અને દરેક પરિવારના ગણેશજીનાં દર્શન. અને આજે ગણેશચતુર્થી છે ત્યારે આપને ઘરે બેઠાં કરો ગુજરાતના વિવિધ ગણપતિઓના દર્શન. આજે સવારથી જ ભક્તોએ ગણપતિજીના સ્થાપના કરવાની શરૂઆત કરી છે. 


વડોદરામાં ધામધૂમથી દુંદાળા દેવ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. કોરોનાના કારણે લોકોએ ઘરમાં જ ગણેશજીની સ્થાપના કરી છે. ગણેશ મંડળો દ્વારા પ્રથમ વખત પંડાલમાં સ્થાપના કરાઈ નથી. વડોદરામાં 1 લાખ ઘરમાં લોકોએ ગણેશજીની સ્થાપના કરી છે. લોકોએ ઘરમાં જ પંડાલ બાંધ્યો, જોરદાર શણગાર કરીને ઉત્સવનો ઉન્માદ જાળવી રાખ્યો છે. 


જામનગરમાં ગણેશ ચતુર્થીની આસ્થા સાથે ઉજવણી શરૂ થઈ છે. લોકોએ વહેલી સવારથી જ ઘરે ઘરે દુંદાળા દેવનું સ્થાપન શરૂ કર્યું છે. શહેરના વુલનમિલ વિસ્તારમાં મરાઠા મંડળ દ્વારા ઘરમાં ગણપતિની સ્થાપ્ના કરાઈ છે. છેલ્લા 60 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણીને આજે યથાવત રાખવામાં આવી હતી. ઘરની અંદર જ બે ફૂટની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીને પરિવારજનો અને મરાઠા મંડળના સભ્યોએ પૂજા કરી હતી. સ્થાપના સમયે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિશે ખાસ કાળજી લેવામાં આવી હતી. સાત દિવસના ગણપતિ સ્થાપન બાદ ઘરમાં જ શ્રીજીનું વિસર્જન કરાશે. 


ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....


ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે 


Breaking : વાહનોના PUC  રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો, જાણો શું છે નવા ભાવ 


‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત