Trigrahi Yog Rashifal: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિના જાતકના જીવન પર પડે છે. ખાસ કરીને શક્તિશાળી ગ્રહોની જ્યારે બીજા ગ્રહો સાથે યુતી સર્જાય છે તો તેના કારણે ઘણી વખત એવા શુભ યોગનું નિર્માણ થાય છે જેના કારણે લોકોએ ધાર્યો ન હોય તેવો નફો મળે છે. 15 માર્ચે મીન રાશિમાં સૂર્ય એ પ્રવેશ કર્યો છે. અહીં પહેલાથી જ બુધ અને ગુરુ બિરાજમાન છે. હવે મીન રાશિમાં એક સાથે ત્રણ ગ્રહ હોવાથી ત્રિગ્રહિ યોગનું નિર્માણ થયું છે. તેના કારણે ત્રણ રાશીના લોકોને આકસ્મિક ધન લાભ થાય તેવા યોગ સર્જાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 6 સંકેત જણાવે છે કે પિતૃ છે નારાજ, અમાસ પર કરો આ ત્રણ ઉપાય પિતૃદોષ થઈ જશે દૂર


જાણો શાસ્ત્રો અનુસાર કઈ દિશામાં માથું રાખી સુવું જોઇએ અને કઈ દિશામાં માથું રાખવાથી


જાણો પૂજા કરતી વખતે સૌથી પહેલા શા માટે કરવામાં આવે છે ઘીનો દીવો?


મીન રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીન રાશિમાં જ ત્રણ ગ્રહનો મહા સંગમ થયો છે તેના કારણે આ રાશિના લોકોને ખૂબ જ લાભ થશે. આ યોગનું નિર્માણ લગ્નભાવમાં થયું છે જેના કારણે વ્યક્તિત્વમાં સુધાર આવશે અને આત્મવિશ્વાસ વધશે. આ રાશિના જાતકો જો ભાગીદારીમાં કામ કરવાનું વિચારી રહ્યાં છે તો આ સમય લાભકારી છે. તેમને ટૂંક સમયમાં સફળતા મળશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.


વૃશ્ચિક રાશિ


આ રાશિના જાતકો માટે પણ આ યુગ અનુકૂળ રહેવાનો છે. સંતાન સંબંધિત બાબતોમાં ચિંતા દૂર થશે. પ્રેમ સંબંધોમાં પણ મજબૂતી આવશે. આકસ્મિક ધનલાભ થશે. શિક્ષણની નવી તક પ્રાપ્ત થશે.


ધન રાશિ


ત્રિગ્રહી યોગથી આ રાશિના લોકોને પણ લાભ થવાનો છે. આ યુગનું નિર્માણ કુંડલીના ચતુર્થભભાવમાં થયું છે. જેને ભૌતિક સુખ અને માતાનું સ્થાન કહેવાય છે. જેના કારણે આ રાશિના જાતકોના ભૌતિક સુખમાં વધારો થશે. આ સમય દરમિયાન વાહન સુખ પણ પ્રાપ્ત થશે અને નવી મિલકત પણ ખરીદી શકો છો.