જાણો શાસ્ત્રો અનુસાર કઈ દિશામાં માથું રાખી સુવું જોઇએ અને કઈ દિશામાં માથું રાખવાથી થાય છે નુકસાન

Astro Tips: શાસ્ત્રો અનુસાર રાત્રે સૂતી વખતે માથા પર તિલક ક્યારેય ન કરવું. સુતા પહેલા ચહેરો પાણીથી સાફ કરી લેવો અને ત્યાર પછી સૂવાનું રાખવું. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેને મસ્તક પરથી તિલક કરવામાં આવે છે કોઈ જીવિત વ્યક્તિએ માથા પર તિલક લગાડીને સૂવું નહીં.

જાણો શાસ્ત્રો અનુસાર કઈ દિશામાં માથું રાખી સુવું જોઇએ અને કઈ દિશામાં માથું રાખવાથી થાય છે નુકસાન

Astro Tips: સ્વાસ્થ્ય સારું રહે તે માટે જરૂરી છે કે તમે છ થી આઠ કલાકની ઊંઘ કરો. જે વ્યક્તિની ઊંઘ પૂરી થતી નથી તેના શરીરમાં ઘણી બધી બીમારીઓ આવે છે. આપણા જીવનમાં ઊંઘનું કેટલું મહત્વ છે તે સમજાવવા માટે માર્ચ મહિનાના ત્રીજા શુક્રવારે વર્લ્ડ સ્લીપ ડે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ઊંઘ સંબંધિત કેટલી ખાસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

શાસ્ત્રો અનુસાર રાત્રે સૂતી વખતે માથા પર તિલક ક્યારેય ન કરવું. સુતા પહેલા ચહેરો પાણીથી સાફ કરી લેવો અને ત્યાર પછી સૂવાનું રાખવું. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેને મસ્તક પરથી તિલક કરવામાં આવે છે કોઈ જીવિત વ્યક્તિએ માથા પર તિલક લગાડીને સૂવું નહીં.

આ પણ વાંચો:

શાસ્ત્રોમાં સુવા ને લઈને કેટલીક ખાસ બાબતો પણ જણાવવામાં આવી છે. જેમાં સુતી વખતે કઈ દિશામાં માથું રાખવું તેનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.  દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાથી ધન લાભ થાય છે. પશ્ચિમ અને ઉત્તર દિશામાં માથું રાખીને સુવાથી ચિંતાઓ વધે છે અને નુકસાન પણ થાય છે. એટલે કે પૂર્વ અને દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું યોગ્ય રહે છે.

સૂતી વખતે આ વાતનું રાખો ધ્યાન

- શાસ્ત્ર અનુસાર ક્યારેય તૂટેલા ખાટલા કે પલંગ ઉપર સૂવું જોઈએ નહીં તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે.

- દિવસમાં સૂર્યોદય થાય પછી અને સૂર્યાસ્ત થતો હોય તે સમયે સૂવાનું ટાળવું જોઈએ. આ સમયે સુવાથી શરીરમાં બીમારીઓ વધે છે.

- શાસ્ત્રો અનુસાર ઘણા સમયથી બંધ હોય તેવા ઘરમાં, મંદિરમાં, સ્મશાનમાં અને સાવ અંધારું હોય તેવા રૂમમાં ક્યારેય સૂવું નહીં.

- ઘરના ઉમરા પર પણ માથું રાખીને ક્યારેય સૂવું જોઈએ નહીં આમ કરવું પણ શુભ માનવામાં આવતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news