Trigrahi Yog in Kundli: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે મહિનો ગ્રહોની સ્થિતિ પ્રમાણે ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. મે મહિનાની શરૂઆતમાં એટલે કે 1 મેએ ગુરૂ વૃષભ રાશિમાં પહોંચ્યા હતા. આ સિવાય બુધ, સૂર્ય અને શુક્ર પણ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. તેવામાં ઘણા પ્રકારના રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગોમાંથી એક યોગ છે ત્રિગ્રહી યોગ, જે ત્રણ ગ્રહોની યુતિથી બન્યો છે. નોંધનીય છે કે મે મહિનામાં એકવાર નહીં પરંતુ ત્રણવાર ત્રિગ્રહી યોગ અલગ-અલગ ગ્રહોની યુતિથી બની રહ્યો છે. તેવામાં કેટલાક જાતકોને ધન-સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. ભોૌતિક સુખની પ્રાપ્તિની સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. આવો જાણીએ ત્રિપલ ત્રિગ્રહી રાજયોગ બનવાથી કયાં જાતકોને મળશે લાભ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પહેલા ત્રિગ્રહી યોગની વાત કરીએ તો વૃષભ રાશિના ધન ભાવમાં બની રહ્યો છે. તેમાં શુક્ર, ગુરૂ અને સૂર્યની યુતિ થઈ રહી છે. આ સાથે બીજો ત્રિગ્રહી યોગ બુધની મેષ રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે. તેવામાં શુક્ર, સૂર્ય અને બુધનો ત્રિગ્રહી યોગ આ સાથે બારમાં ભાવમાં મંગળ, બુધ અને રાહુનો ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. 


મેષ રાશિ
મેનો મહિનો આર્થિક દ્રષ્ટિકોણથી ખુબ સારી થવાની છે, કારણ કે બુધ, શુક્ર અને સૂર્ય ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ સાથે વિદેશ યાત્રાની તક મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છો છો તો તેમાં સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારૂ ફોકસ પરિવાર અને આર્થિક સ્થિતિમાં રહેશે. તેમાં તમને સફળતા મળશે. નોકરી કરનાર અને બિઝનેસ કરનાર જાતકોને ખુબ લાભ મળશે. કરિયરમાં પ્રગતિ થશે. તમને અચાનક એવી નોકરી મળી શકે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ મળશે. જૂના રોકાણથી લાભ થશે. આ સાથે નવા રોકાણથી ધનલાભ થશે. શુક્રને કારણે તમે  અચલ સંપત્તિ ખરીદી શકો છો. પરિવારની સાથે સારો સમય પસાર થશે. 


આ પણ વાંચોઃ આવનારા 376 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન, રાહુની ઉલ્ટી ચાલ કરશે કમાલ


વૃષભ રાશિ
ત્રિપલ ત્રિગ્રહી યોગ મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. એક સાથે આટલા ગ્રહોના આશીર્વાદ હોવા પર દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ થશે અને ધન-સંપત્તિમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે, જેનાથી આર્થિક સમસ્યાથી છુટકારો મળશે અને ભવિષ્યમાં બચત કરવામાં સફળ થઈ શકો છો. પરિવારની સાથે સારો સમય પસાર થશે. સમાજમાં માન-સન્માન વધશે. આ સાથે પરિવારમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થઈ શકે છે. તમારી બુદ્ધિના કૌશલ અને બોલવાની રીતથી તમને નવા પ્રોજેક્ટ, ડીલ વગેરે મળી શકે છે. તમારા કામ અને લગનને જોતા પ્રમોશનની સાથે પગાર વધારો મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. 


મિથુન રાશિ
આ રાશિના જાતકો માટે ત્રિપલ યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. નવા-નવા સાધનોથી આવક વધશે. આ સાથે રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો તમને લાભ થશે. ભાગ્યનો સાથ મળશે. શેર માર્કેટ સાથે જોડાયેલા લોકો માટે આ મહિનો લાભકારી રહેવાનો છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે અંગારક યોગ બનવાથી કોઈ રોકાણમાં ઉતાવળ ન કરો.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.