આવનારા 376 દિવસ આ રાશિઓ માટે વરદાન સમાન, રાહુની ઉલ્ટી ચાલ કરશે કમાલ

Rahu Transit 2024: આ વર્ષ દરમિયાન રાહુ ગુરૂની મીન રાશિમાં બિરાજમાન રહેવાના છે. તેવામાં રાહુની ઉલ્ટી ચાલથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે. 

રાહુની ચાલ

1/5
image

રાહુ માયાવી ગ્રહ છે, જેની ચાલ વિશેષ મહત્વ રાખે છે. રાહુએ પાછલા વર્ષે પોતાની ચાલ બદલી હતી અને વર્તમાનમાં મીન રાશિમાં બિરાજમાન છે. આ વર્ષ દરમિયાન રાહુ ગુરૂની રાશિ મીનમાં બિરાજમાન રહેશે. તેવામાં રાહુની ઉલ્ટી ચાલ કેટલાક જાતકો પર ભારે પડી શકે છે તો કેટલીક રાશિને લાભ અપાવી શકે છે. તો 2025ના મે મહિનામાં રાહુ શનિની રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ આવનારા 376 દિવસ મીન રાશિમાં બિરાજમાન રાહુ કયાં જાતકો માટે શુભ રહેવાના છે.

મેષ રાશિ

2/5
image

રાહુનું ગોચર મેષ રાશિના જાતકો માટે ખુબ શુભ માનવામાં આવી રહ્યું છે. જીવનમાં સુખ જોવા મળશે. તમે કરિયરમાં દરેક ટાર્ગેટ પૂરો કરવામાં સફળ થશો નહીં. તમે વિચાર્યું નહીં હોય, ત્યાંથી ધનનું આગમન થશે. તમારૂ અને તમારા માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જીવનમાં રોમાંસ પણ રહેશે.   

વૃશ્ચિક રાશિ

3/5
image

રાહુની બદલતી ચાલ વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભકારી માનવામાં આવી રહી છે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણથી સારો પ્રોફિટ મળી શકે છે. બિઝનેસમાં કરવામાં આવેલ પ્લાનિંગ કોઈ સારો ઇન્વેસ્ટર એટ્રેક્ટ કરી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે. પરિવારમાં પણ શાંતિ રહેશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.   

સિંહ રાશિ

4/5
image

સિંહ રાશિના જાતકો માટે આ ગોચર ફળદાયક માનવામાં આવી રહ્યું છે. બિઝનેસ કરી રહેલા લોકોને સારો પ્રોફિટ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય માનવામાં આવી રહ્યો છે. યાત્રા કરવાનો યોગ પણ બની રહ્યો છે. તમારા જીવનસાથીનું ધ્યાન રાખો.

ડિસ્ક્લેમર

5/5
image

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.