Shukrawar ke Upay: સનાતન ધર્મમાં દરેક દિવસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે. આજે તમને શુક્રવારે કરવાના કેટલાક ચમત્કારી ઉપાય વિશે જણાવીએ. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત કહેવાય છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે. તો ચાલો તમને જણાવીએ શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 24 કલાકમાં પલટી મારશે મેષ સહિત આ રાશિઓનું ભાગ્ય, ધન સંક્રાતિમાં કમાશો અઢળક રૂપિયો


ઘરની સુખ શાંતિ માટે


જો તમે તમારા ઘરમાં સુખ શાંતિ ઈચ્છો છો તો તેના માટે શુક્રવારના દિવસે આ ઉપાય કરવો. સૌથી પહેલા માતા લક્ષ્મી અને ગણેશજીની માટીની મૂર્તિ લેવી અને તેને ઉત્તર પૂર્વ દિશામાં એક પાત્રમાં સ્થાપિત કરવી. આ મૂર્તિને દૂધથી સ્નાન કરાવો અને તેની પૂજા કરી મંદિરમાં સ્થાપિત કરો. ત્યાર પછી દૂધને આખા ઘરમાં છાંટો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે.


ધનલાભ માટે


ઘરમાં ધન સમૃદ્ધિ વધે તે માટે આ ઉપાય કરી શકાય છે. તેના માટે એક માટીના કળશમાં ચોખા ભરી તેમાં હળદરની એક ગાંઠ મૂકી અને એક રૂપિયો મૂકો. આ પાત્રની ઉપર માટીનું ઢાંકણ ઢાંકી અને મંદિરના પૂજારીને દાન કરી દો. 


આ પણ વાંચો: Shukrawar Upay: શુક્રવારે કરી લો બસ આ 5 કામ, માતા લક્ષ્મી તમારા પર રહેશે સદા પ્રસન્ન


જીવનમાં ખુશીઓ માટે


શુક્રવારના દિવસે સ્નાન કરીને એક સફેદ ફૂલની માતા લક્ષ્મીની સામે રાખો ત્યાર પછી સફેદ ફૂલ ઉપર ઘીનો દીવો કરો અને માતા લક્ષ્મી ને લાલ ચુંદડી ચડાવો. ત્યાર પછી માતા લક્ષ્મીને જીવનમાં ખુશીઓ આવે તેવી પ્રાર્થના કરો. આ રીતે દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો.


તુલસીની પૂજા


શુક્રવારે સાંજે તુલસી પાસે ઘીનો દીવો કરવો. માનવામાં આવે છે કે તુલસી પાસે ઘીનો દીવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર ઉપર તેમના આશીર્વાદ હંમેશા રહે છે.


આ પણ વાંચો:  30 વર્ષ પછી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, વર્ષ 2024 માં નક્કી બનશો અમીર


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)