Chanakya Niti: આચાર્ય ચાણક્ય તેમની નીતિના કારણે પ્રખ્યાત થયા. તેઓએ અર્થશાસ્ત્ર, નૈતિકતા પર પુસ્તકો લખવાની સાથે વ્યવહારિક જીવનની પણ કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી છે. તેઓ મહાન દાર્શનિક છે અને તેમની નીતિ આજે પણ સામાન્ય જીવન વિશે ઘણું બધું જણાવે છે. સામાન્ય લોકોના જીવન સંબંધિત કેટલીક મહત્વની વાતો પણ તેમણે ચાણક્ય નીતિમાં જણાવી છે. ખાસ કરીને તેમને પતિ-પત્નીના સંબંધો વિશે પણ લખવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્ય અનુસાર પતિના ઘરને પત્નીના કેટલાક ગુણ સ્વર્ગ સમાન બનાવે છે. આચાર્ય ચાણક્યે એવા પુરુષોને ભાગ્યશાળી કહ્યા છે જેમની પત્નીમાં આ પાંચ ગુણ હોય છે. ઘરની સુખ શાંતિથી સમૃદ્ધ બનાવવા માટે મહિલાઓમાં પાંચ ગુણ હોવા જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Shani Jayanti 2023: શનિ જયંતિ પર આ વિધિથી કરો પૂજા અને વ્રત, કરજથી મળશે મુક્તિ


Vastu shastra: અશુભ માનવામાં આવે છે વસ્તુઓ, ઘરના મંદિરમાં ભૂલથી પણ ના રાખો


48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ


સહનશીલ પત્ની
આચાર્ય ચાણક્ય અનુસાર પત્ની સહનશીલ હોવી જોઈએ. જેથી મુશ્કેલ સમયમાં તે ઘરને ધીરજથી જોડી અને સાચવી રાખે. પત્ની સહનશીલતાથી પરિવારમાં શાંતિ બનાવી રાખે છે અને તેનાથી પરિવાર સુખી રહે છે.


સંતોષી મહિલા
આચાર્ય ચાણક્ય અનુસાર સ્ત્રી ક્યારે લાલચી ન હોવી જોઈએ. જે ઘરમાં સ્ત્રી લાલચી હોય છે તે ઘરમાં હંમેશા કલેશ રહે છે. જે ઘરમાં મહિલા સંતોષી હોય ત્યાં હંમેશા ખુશીઓ રહે છે અને તે પરિવારને પણ પ્રેમથી સાચવે છે 


શાંત સ્વભાવની સ્ત્રી
આચાર્ય ચાણક્ય અનુસાર જે પુરુષની પત્ની શાંત સ્વભાવની અને સાફ મનની હોય છે તે પુરુષ ભાગ્યશાળી હોય છે. આવા પુરુષને ભાગ્ય હંમેશા સાથ આપે છે અને સફળતા પણ મળે છે.


શિક્ષિત પત્ની
આચાર્ય ચાણક્ય અનુસાર જો એક મહિલા શિક્ષિત હોય તો આવનારી પેઢી પણ શિક્ષિત હોય છે. આવી મહિલા ઘરમાં પરિવારના લોકોને સન્માન કરે છે અને પરિવારની પ્રતિષ્ઠાને પણ વધારે છે. શિક્ષિત મહિલા પોતાના પતિનું માનસનમાં વધારે છે અને તેને પ્રગતિ પણ કરાવે છે.


આ પણ વાંચો:


આ રાશિના લોકો સાબિત થાય છે બેસ્ટ લવર્સ, પાર્ટનર પર રાખે છે અતૂટ વિશ્વાસ


વૈશાખ મહિનાની અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો સૂતક સમયે પાળવાના નિયમ


1 જુલાઈથી શરુ થશે Amarnath Yatra 2023, 17 એપ્રિલથી ભક્તો માટે શરુ થશે રજિસ્ટ્રેશન


મૃદુભાષી પત્ની
આચાર્ય ચાણક્ય અનુસાર જે પુરુષની પત્નીની વાણી મધુર હોય છે તે ઘરમાં ક્યારેય કોઈ સમસ્યા આવતી નથી. તેને પરિવારનો સહયોગ હંમેશા પ્રાપ્ત થાય છે. આવી પત્ની પોતાના પતિના ઘરને સ્વર્ગ સમાન બનાવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)