દક્ષિણ આફ્રીકામાં ફરી રમાશે 3TCricket ટૂર્નામેન્ટ, 18 જુલાઇથી શરૂ થશે આ અનોખી સીરીઝ
ક્રિકેટ દક્ષિણ આફ્રીકા (Cricket South Africa)એ બુધવારે જાહેરાત કરી હતી કે આ 18 જુલાઇથી રમાશે જે દિવંગત રાસઃટ્રપતિ નેલસન મંડેલાનો જન્મદિવસ પણ છે.
જોહાનિસબર્ગ: કોરોના વાયરસ (Coronavirus) મહામારી વચ્ચે દક્ષિણ આફ્રીકામાં 18 જુલાઇના રોજ ક્રિકેટ ફરી મેદાન પર પરત ફરશે જ્યારે 24 ટોપ ખેલાડીઓની સાથે 3 ટીમોની ટૂર્નામેન્ટ યોજાશે. આ મેચ પહેલા 27 જૂનના રોજ થવાની હતી પરંતુ સમય પર સ્વાસ્થ્ય દિશા નિર્દેશો સંબંધી મંજૂરી ન લેવામાં આવતાં તેને સ્થગિત કરવામાં આવી હતી. ક્રિકેટ દક્ષિણ આફ્રીકા (Cricket South Africa)એ બુધવારે જાહેરાત કરી હતી કે આ 18 જુલાઇથી રમાશે જે દિવંગત રાસઃટ્રપતિ નેલસન મંડેલાનો જન્મદિવસ પણ છે.
ક્રિકેટ દક્ષિણ આફ્રીકાના મુખ્ય કાર્યકારી જાક ફાઉલ (Jacques Faul) એ એક નિવેદનમાં કહ્યું કે 'આ મેચને કરાવવા માટે નેલસન મંડેલા દિવસથી વધુ કોઇ સારો દિવસ ન હોઇ શકે. કારણ કે મુખ્ય હેતુ કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની મદદ માટે ધન એકઠું કરવાનો છે. દક્ષિણ આફ્રીકામાં કોરોના મહામારી બાદ સીધા પ્રસારિત થનાર આ પ્રથમ રમતનું આયોજન હશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube