Ajinkya Rahaneએ મોટી ભૂલ માટે માંગી માફી, Virat Kohliએ આપ્યો આવો જવાબ
ઓસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં બીજી ટેસ્ટ પહેલા અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ જણાવ્યું છે કે, પ્રથમ ટેસ્ટમાં તેની ભૂલથી રન આઉટ થયેલા વિરાટ કોહલી (Virat Kohli)ની તેમણે માફી માંગી હતી
મેલબર્ન: ઓસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં બીજી ટેસ્ટ પહેલા અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ જણાવ્યું છે કે, પ્રથમ ટેસ્ટમાં તેની ભૂલથી રન આઉટ થયેલા વિરાટ કોહલી (Virat Kohli)ની તેમણે માફી માંગી હતી.
કોહલી તે સયમે 74 રન પર રમી રહ્યો હતો, જ્યારે રહાણેએ રન માટે બોલાવી તેને પરત મોકલ્યો હતો. તે સમયે મોડું થઈ ગયુ હતુ અને કોહલી રન આઉટ થયો હતો.
આ પણ વાંચો:- BCCI AGM Meeting: પૂર્વ બોલર ચેતન શર્મા બન્યા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર, એબે કુરૂવિલા અને મોહંતી સભ્ય
રહાણે એ બીજી ટેસ્ટ પહેલા કહ્યું, તે દિવસની મેચ બાદ મે કોહલીની માફી માંગી પરંતુ તેને તેનું ખરાબ લાગ્યું ન હતું.
તેણે કહ્યું, આપણે બંને સમજીએ છીએ કે, તે સમયે શું સ્થિતિ હતી. ક્રિકેટમાં આ બધું થતું રહે છે. તેને ભૂલાવી આગળ વધવું જરૂરી છે.
કારકિર્દીના કેપ્ટન રહાણે (Ajinkya Rahane)એ કબૂલ્યું હતું કે આ રન આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાએ એક તાલ બનાવ્યો અને અઢી દિવસમાં મેચ જીતી લીધી. તેણે કહ્યું, 'તે મુશ્કેલ હતું. અમે તે સમય સુધી સારું રમી રહ્યા હતા અને અમારી ભાગીદારી પણ સારી હતી.
આ પણ વાંચો:- BCCI AGM: આઈપીએલ 2022મા રમશે 10 ટીમો, ડોમેસ્ટિક ક્રિકેટરો માટે આવ્યા ગુડ ન્યૂઝ
આ સિવાય રહાણે (Ajinkya Rahane) એ કહ્યું કે, 'હું મારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો નથી, પરંતુ મારું ધ્યાન આખી ટીમ પર છે. ભારતીય ટીમના કેપ્ટન બનાવવું મારા માટે ગર્વની વાત છે. આ એક મહાન તક અને જવાબદારી છે. હું કોઈ પણ પ્રકારનું દબાણ લેવા માંગતો નથી. હા, અમારું સત્ર ખરાબ હતું, પરંતુ અમે સારી રમત રમી રહ્યા છીએ અને અમારી બેટિંગ અને બોલિંગ સારી છે. હું શાંત છું પણ મારી બેટિંગ આક્રમક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube