Ashes 2019: 18 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતવા ઉતરશે ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડની ધરતી પર છેલ્લે 2001મા સ્ટીવ વોની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ કબજે કરી હતી, હવે ટિમ પેન પાસે ઈતિહાસ રચવાની તક છે.
લંડનઃ ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચમી અને અંતિમ ટેસ્ટ વમાટે ગુરૂવારે ઓવલ મેદાન પર ઉતરશે તો તેનું લક્ષ્ય 2001 બાદ ઈંગ્લેન્ડમાં પ્રથમ એશિઝ સિરીઝ જીતવા પર હશે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો સ્ટીવ સ્મિથ તેનો 'ટ્રંપકાર્ડ' સાબિત થશે. ટિમ પેનની ટીમે ઓલ્ટ ટ્રેફર્ડમાં ઈંગ્લેન્ડને હરાવીને પાંચ મેચોની સિરીઝમાં 2-1ની લીડ બનાવી લીધી છે. એક મેચ બાકી રહેતા ઓસ્ટ્રેલિયાએ એશિઝ પોતાની પાસે રાખવાનું નક્કી કરી લીધું છે કારણ કે આ પહેલા રમાયેલી એશિઝ સિરીઝ ઓસ્ટ્રેલિયાએ 4-1થી પોતાના નામે કરી હતી.
સ્મિથને રોકવો પડશેઃ સિરીઝમાં બરાબરી માટે વિશ્વ કપ વિજેતા ઈંગ્લેન્ડને સ્મિથના બેટ પર અંકુશ લગાવવો પડશે જે પાંચ ઈનિંગમાં 134થી વધુની એવરેજથી 671 રન બનાવી ચુક્યો છે. સ્મિથે માન્ચેસ્ટરમાં બેવડી સદી સહિત ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાની તાકાત તેની બોલિંગ પણ રહી છે. જોશ હેઝલવુડ અને દુનિયાના નંબર એક બોલર પેટ કમિન્સે મળીને 42 વિકેટ ઝડપી છે. વિશ્વનો નંબર એક ટેસ્ટ બેટ્સમેન અને બોલરના ટીમમાં હોવાથી ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરની મુશ્કેલી ઓછી થઈ છએ. મહેમાન ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણે અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે અને તે ઓવલમાં પણ તેને જાળવી રાખવા ઈચ્છશે.
વોર્નરે વધારી ચિંતાઃ વોર્નરે સિરીઝમાં અત્યાર સુધી માત્ર 79 રન બનાવ્યા છે. ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે તેને 6 વખત આઉટ કર્યો છે. ચોથી ટેસ્ટની બંન્ને ઈનિંગમાં વોર્નરને શૂન્ય રન પર બ્રોડે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. પરંતુ વોર્નરના ખરાબ પ્રદર્શન છતાં કોચ જસ્ટિન લેંગરે તેનું સમર્થન કર્યું છે.
ટેસ્ટ ટીમની જાહેરાત કાલે, થઈ શકે છે આ ફેરફાર
ઈંગ્લેન્ડની ચિંતામાં વધારોઃ બીજી તરફ 50 ઓવરનો વિશ્વકપ પ્રથમવાર જીતનારી ઈંગ્લેન્ડની ટીમ સિરીઝમાં બરાબરીની આ છેલ્લી તક ગુમાવવા ઈચ્છશે નહીં. ટીમ આ સમયે બેવડી ચિંતાથી પરેશાન છે. કેપ્ટન જો રૂટ સારી બેટિંગ કરી રહ્યો નથી જ્યારે બેન સ્ટોક્સના આ મેચમાં રમવા પર શંકા બનેલી છે. રૂટની ટીમની સ્થિતિ પર સવાલ ઉઠવી લાગ્યા છે. સ્ટોક્સ ઈંગ્લેન્ડની 13 સભ્યોની ટીમમાં છે, પરંતુ તેની ફિટનેસનું નિરીક્ષણ કરવામાં આવશે. જો તે નહીં રમે તો સેમ કરન કે ક્રિસ વોક્સમાંથી એકને સ્થાન મળશે.
ભારત પાસે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવો દબદબો બનાવવાની ક્ષમતાઃ રવિ શાસ્ત્રી
ટીમ માટે બેલિસની અંતિમ મેચઃ ઈંગ્લેન્ડના કોચ ટ્રેવર બેલિસની આ ટીમ સાથે અંતિમ મેચ હશે અને ટીમ પોતાના કોચને વિજયી વિદાય આપવા ઈચ્છશે. ઈંગ્લેન્ડની ટીમ ઈચ્છશે કે તેના બેટ્સમેન મેચમાં રન બનાવે. સ્ટોક્સે જરૂર હેડિંગ્લેમાં વિજયી ઈનિંગ રમી હતી, પરંતુ ચોથી મેચમાં 11મી ઓવરમાં તેનો ખભો ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. વિશ્વ કપની શાનદાર લયને જેસન રોય, જોની બેયરસ્ટો અને જોસ બટલર જાળવી શક્યા નથી, જેના કારણે યજમાન ટીમને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.