ભારત પાસે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવો દબદબો બનાવવાની ક્ષમતાઃ રવિ શાસ્ત્રી

હેડ કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે વર્લ્ડ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો વારસો એવો હોવો જોઈએ જેવો એક સમયમાં મહાન વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમોનો હતો. 

Updated By: Sep 11, 2019, 06:59 PM IST
 ભારત પાસે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવો દબદબો બનાવવાની ક્ષમતાઃ રવિ શાસ્ત્રી

નવી દિલ્હીઃ સતત બીજીવાર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમ માટે પોતાના નવા લક્ષ્યોની ઓળખ કરી લીધી છે. હવે કોચ શાસ્ત્રી આ લક્ષ્યો માટે બનાવવામાં આવેલી પોતાની યોજનાઓને અંતિમ રૂપ આપવા પર કામ કરી રહ્યો છે. હેડ કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે વર્લ્ડ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો વારસો એવો હોવો જોઈએ જેવો એક સમયમાં મહાન વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમોનો હતો. 

વિશ્વ કપ બાદ ટીમ ઈન્ડિયા પોતાના પ્રથમ પ્રવાસ પર વેસ્ટ ઈન્ડિઝ ગઈ અહીં ટીમે ત્રણેય ફોર્મેટમાં યજમાન ટીમનો સફાયો કર્યો હતો. ટીમના આ શાનદાર પ્રદર્શન પર શાસ્ત્રીએ કહ્યું, 'પ્રદર્શનમાં આવુ સાતત્ય મેં ક્યારેય જોયું નથી.'

વિશ્વ કપ 2019 બાદ રવિ શાસ્ત્રીને એકવાર ફરી મુખ્ય કોચની કમાન સોંપવામાં આવી છે. પોતાના નવા કાર્યકાળ હેઠળ શાસ્ત્રી 2021 ટી20 વિશ્વ કપ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા નિભાવશે. 

ટીમ ઈન્ડિયામાં વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવી બાદશાહત કાયમ કરવાની ક્ષમતા 
ગલ્ફ ન્યૂઝને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું, 'આ ટીમની પાસે તે અવસર છે, જેની મદદથી તે ઘણી ખાસ સિદ્ધિઓ પોતાના નામે કરી શકે છે. આ ટીમ એવો વારસો બનાવી શકે છે, જેમ એક સમયમાં 80ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝનો હતો અને પછી નવી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ હાસિલ કર્યો હતો.આ ટીમ (ભારતીય ટીમ)માં પણ તેવી ક્ષમતાઓ છે, જે આવો સૂવર્ણ ઈતિહાસ પોતાના નામે નોંધાવી શકે અને ટીમના ખેલાડી આમ કરી પણ રહ્યાં છે.'

વિદેશોમાં ટીમના પ્રદર્શનમાં સુધાર
હાલમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશની ધરતી પર ભારતીય ટીમના પ્રદર્શનમાં સુધાર થયો છે. શાસ્ત્રીની કોચિંગમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા વર્ષ 2016થી નંબર-1 પર યથાવત છે, અને હાલમાં સંપન્ન થયેલા વિશ્વ કપમાં તે યજમાન ઈંગ્લેન્ડની સાથે મજબૂત દાવેદારોમાં ગણવામાં આવતી હતી. ભારતીય ટીમનું અભિયાન ટૂર્નામેન્ટમાં સેમિફાઇનલમાં જરૂર પૂરુ થયું હતું પરંતુ આ પહેલા તેણે ટૂર્નામેન્ટના લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન હાસિલ કરીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. 

Birthday Special: લાલા અમરનાથે ફટકારી હતી ભારત તરફથી પ્રથમ ટેસ્ટ સદી

દરેક ફોર્મેટમાં બનાવી રહ્યાં છીએ દબદબો
રમતના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા દમદાર થઈ રહી છે. ટી20 આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો ભારતીય ટીમે આ ફોર્મેટમાં સતત 7 ટી20 સિરીઝ પોતાના નામે કરી છે. તેમાં 3 ટીમો વચ્ચે રમાયેલી નિદાહાસ ટ્રોફી ટૂર્નામેન્ટ પણ સામેલ છે. 

ટીમ ઈન્ડિયા દરેક જગ્યાએ દમદાર
ટીમના આ શાનદાર પ્રદર્શન પર શાસ્ત્રી કહે છે, જુઓ ભલે તે ટેસ્ટ હોય, ટી20 કે વનડે આંતરરાષ્ટ્રીય કે પછી આઈસીસીની મોટી ટૂર્નામેન્ટ. અમે બધામાં અવિશ્વસનીય પ્રદર્શન કર્યું છે. શાસ્ત્રીએ કહ્યું, પહેલા લોકો કહેતા હતા કે અમે અમારા ઘર પર જ પ્રદર્શન કરીએ છીએ અને વિદેશોમાં કરી શકતા નથી. હવે તે લોકો અલગ કરી રહ્યાં છે. તે ગમે ત્યાં જાય ત્યાં પ્રદર્શન કરી રહ્યાં છે.