સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝઃ રાહુલની જગ્યાએ રોહિતની એન્ટ્રી? ટીમમાં થઈ શકે છે આ ફેરફાર
ભારતીય પસંદગીકારો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે ગુરૂવારે ટીમની પસંદગી કરશે, જેમાં ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલનું ખરાબ પ્રદર્શન રોહિત શર્મા માટે ટેસ્ટ ટીમમાં વાપસીનો રસ્તો બનાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકારો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે ગુરૂવારે ટીમની પસંદગી કરશે, જેમાં ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલનું ખરાબ પ્રદર્શન રોહિત શર્મા માટે ટેસ્ટ ટીમમાં વાપસીનો રસ્તો બનાવી શકે છે. સફેદ બોલની ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિતને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અંતિમ ઇલેવનમાં જગ્યા ન મળી હતી. હનુમા વિહારી અને અંજ્કિય રહાણે બેટિંગ ક્રમમાં પાંચમું અને છઠ્ઠુ સ્થાન પાક્કુ કર્યા બાદ રોહિતને ઓપનિંગ બેટ્સમેન તરીકે અજમાવવાની આશા છે.
રોહિત ભારત માટે અંતિમ ટેસ્ટ 2018મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં રહ્યો હતો. ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર માટે અને કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર માટે પ્રથમ પસંદ હશે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની પાસે તેથી એક વિકલ્પ બાકી છે કે તે આક્રમક ખેલાડી જેવા રોહિતને ટોપ ક્રમમાં અજમાવે. બંગાળના ઓપનિંગ બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરને ડોમેસ્ટિક અને ભારત એ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને જો પસંદગી સમિતિ રાહુલને હટાવવાનો નિર્ણય કરે છે તો ટીમમાં રિઝર્વ ઓપનર તરીકે તેને સ્થાન આપી શકાય છે.
રાહુલનું ખરાબ ફોર્મ
અન્ય ઓપનિંગ બેટ્સમેન પણ દોડમાં છે, જેમાં ગુજરાતનો પ્રિયાંક પંચાલ અને પંજાબનો શુભમન ગિલ સામેલ છે. આ ટીમ મેનેજમેન્ટનો ખાસ મનાતા રાહુલે પોતાની અંતિમ 30 ટેસ્ટ ઈનિંગમાં 664 રન બનાવ્યા છે અને તેમાં તેનું શાનદાર પ્રદર્શ પાછલા વર્ષે ઓવલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટમાં 149 રનની ઈનિંગ હતી. મયંક અગ્રવાલે પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે તો ચર્ચાનો વિષય માત્ર બીજો ઓપનિંગ બેટ્સમેન હશે.
રોહિતને મળી રહી છે ઈશ્વરનની ટક્કર
અહીં 15 સભ્યોની ટીમમાં રોહિત અને ઈશ્વરન બંન્ને સ્થાન બનાવી શકે છે. જો બંન્નેની પસંદગી કરી લેવામાં આવે તો તે લગભગ 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલા વિજયનગરમમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બે દિવસીય પ્રેક્ટિસ મેચમાં ભારત એ ટીમ માટે રમી શકે છે. બાકી પસંદગી સ્પષ્ટ છે જેમાં માત્ર ભુવનેશ્વર કુમાર બહાર હશે જે સંપૂર્ણ રીતે ફિટ નથી.
પંડ્યાની થઈ શકે છે વાપસી
આ સ્થિતિમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે કે પછી નવદીપ સૈનીને બેક-અપ ફાસ્ટ બોલરના રૂપમાં સામેલ કરી શકાય છે. પરંતુ તે જોવાનું હશે કે શું થિંક ટેંક વિશ્વ કપને ધ્યાનમાં રાખતા આગામી 13 મહિનામાં માત્ર સફેદ બોલના ક્રિકેટ પર ભાર આપવા ઈચ્છે છે કે નહીં.
અહીં પણ ફેરફાર સંભવ
ભારતમાં ટેસ્ટ મેચોમાં સામાન્ય રીતે ટીમમાં એક નિષ્ણાંત વિકેટકીપર હોય છે પરંતુ રિદ્ધિમાન સાહા પણ ટીમની યોજનામાં સામેલ છે, પરંતુ રિષભ પંત પ્રથમ પસંદ બન્યો રહેશે. રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને રવિચંદ્રન અશ્વિન ત્રણ સ્પિનર જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા ત્રણ ફાસ્ટ બોલર હશે. જો શમીને આરામ આપવામાં આવે તો ઉમેશ યાદવ ટીમમાં આવી શકે છે.
સંભવિત ટીમ આ પ્રકારે છે
ઓપનિંગ બેટ્સમેનઃ મયંક અગ્રવાલ, રોહિત શર્મા
મધ્યમક્રમઃ ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અંજ્યિક રહાણે, હનુમા વિહારી
ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા
વિકેટકીપરઃ રિષભ પંત, રિદ્ધિમાન સાહા
ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી/ઉમેશ યાદવ
સ્પિનરઃ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ
પસંદગીની દોડમાં આ પણ સામેલ
ત્રીજા ઓપનિંગ બેટ્સમેન તરીકેઃ અભિમન્યુ ઈશ્વરન અને પ્રિયાંક પંચાલ
રિઝર્વ ફાસ્ટ બોલરઃ નવદીપ સૈની
બીજો વિકેટકીપરઃ કોના ભારત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે