Asian Games માં ભારત પર મેડલનો વરસાદ, 5 મેડલ જીત્યા, વધુ 2 મેડલ પાક્કા
Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ખેલાડીઓએ સ્પર્ધાના પ્રથમ દિવસે અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા છે. મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાની ત્રિપુટીએ ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. આ પછી દેશને રોઈંગમાં 3 મેડલ મળ્યા.
Asian Games 2023 Live Updates: ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ-2023 (Asian Games-2023) માં ભારતે જોરદાર શરૂઆત કરી છે. સ્પર્ધાના પહેલા જ દિવસે રવિવારે આ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ 4 મેડલ જીત્યા છે. સ્ટાર શૂટર મેહુલી ઘોષ (Mehuli Ghosh), આશી ચૌકસે અને રમિતાની ત્રિપુટીએ ભારતને તેનો પ્રથમ મેડલ જીતાડ્યો હતો. શૂટિંગમાં વધુ એક મેડલ જીત્યો હતો જ્યારે રોઈંગમાં દેશને અત્યાર સુધીમાં 3 મેડલ મળ્યા છે.
1 ઓક્ટોબરથી દેશભરમાં ચલાવવામાં આવશે સ્વચ્છતા અભિયાન, PM એ લોકોને જોડાવવાની કરી અપીલ
Asian Games ની ફાઇનલમાં પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ, ગોલ્ડથી હવે બસ એક જીત દૂર
શૂટિંગમાં પહેલો મેડલ
શૂટિંગ (Shooting) માં ભારતે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં 1886 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ હતો. મેહુલી ઘોષ, આશિ ચોકસી અને રમિતાની ત્રિપુટીએ ભારત માટે આ મેડલ જીત્યો છે. રમિતાએ 631.9, મેહુલીએ 630.8 અને આશિએ 623.3નો સ્કોર કર્યો હતો. યજમાન ચીને આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અમેરિકામાં ફરી ગોળીબાર કાંડ, એટલાન્ટામાં ધોળેદિવસે ગોળીઓ ચાલી, 3 લોકોના મોત
Chandrayaan-3: ચાંદ પર વિક્રમ અને પ્રજ્ઞાન ક્યારે જશે? ISRO એ આપ્યું મોટું અપડેટ
રોઇંગમાં ભારતને મેડલ મળ્યો
ભારતને રોઇંગમાં તેનો બીજો મેડલ મળ્યો, જ્યાં તેણે પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં સિલ્વર મેડલ જીત્યો. અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે ભારતને ગેમ્સમાં બીજો મેડલ અપાવ્યો. ભારતીય જોડી 06:28:18 કલાકે ક્લોક કરીને બીજા ક્રમે રહી હતી.
બાબુ લાલ અને રામ લેખેએ જીત્યો ત્રીજો મેડલ
રોઇંગમાં ભારતને દિવસનો ત્રીજો મેડલ મળ્યો. બાબુ લાલ યાદવ અને રામ લેખે મેન્સ ડબલ્સ ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ભારતીય જોડીએ 6:50:41નો સમય લીધો અને બ્રોન્ઝ જીત્યો. આ પહેલા અર્જુન લાલ અને અરવિંદે રોઈંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.
લગ્ન માટે છોકરી શોધી રહ્યા છો? તો આ રીતે કરવી છોકરીની પસંદગી, જીવન થઇ જશે જન્નત
11 રાજ્યોને મળશે 9 વંદે ભારત ટ્રેનોની ભેટ, જાણો ક્યાંથી ક્યાં સુધી દોડશે આ ટ્રેનો
રોઇંગમાં વધુ એક સિલ્વર
ભારતને રોઇંગમાં તેનો ત્રીજો મેડલ મળ્યો, જ્યારે ભારતીય ટીમે 05:43.01ના સમય સાથે પુરુષોની કોક્સેડ 8 ઇવેન્ટમાં સિલ્વર જીત્યો. આ સાથે ભારતે રોઈંગમાં 3 મેડલ જીત્યા છે.
મહિલા ક્રિકેટ ટીમ પણ ફાઇનલમાં
સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળ રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગેમ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્મૃતિ મંધાનાની ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. આ રીતે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આ રમતોમાં ઓછામાં ઓછા એક સિલ્વરની ખાતરી કરી છે.
Insurance: કેમ જરૂરી છે લાઇફ ઇંશ્યોરેન્સ? મળશે આ બેનિફિટ્સ
Pregnancy માં ખતરનાક છે Folic Acid ની ઉણપ, બચાવવા માટે ખાશો આ 5 ફૂડ્સ
રમિતાને મળ્યો બ્રોન્ઝ
રમિતા જિંદાલે એશિયન ગેમ્સમાં ભારતને પાંચમો મેડલ અપાવ્યો હતો. રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. આ 19 વર્ષના શૂટરે 230.1ના સ્કોર સાથે આ મેડલ જીત્યો હતો. છેલ્લા શોટ સુધી તે ટોપ-2માં હતી, પરંતુ ત્રીજા સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં મેહુલી ઘોષ ચોથા ક્રમે રહી હતી. ચીનને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા છે.
Share Market: માર્કેટ તૂટતાં આ કંપનીઓ મુશ્કેલીમાં, 2.28 લાખ કરોડ રૂપિયાનું થયું નુકસાન
Pregnancy માં ખતરનાક છે Folic Acid ની ઉણપ, બચાવવા માટે ખાશો આ 5 ફૂડ્સ
ઐસા દેશ હૈ મેરા: એક એવું ગામ છે જ્યાં મહિલાઓ ઘણા દિવસો સુધી પહેરતી નથી કપડાં
655 ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ
ચીનના હાંગઝોઉમાં આયોજિત આ એશિયન ગેમ્સમાં ભારતના કુલ 655 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એશિયન ગેમ્સમાં આ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. ભારતીય ખેલાડીઓ કુલ 40 ઈવેન્ટમાં પોતાનો પડકાર ફેંકશે. આ વખતે ભારતની મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમો પણ આ ગેમ્સમાં ભાગ લઈ રહી છે.
કોઈ પણ પુરૂષને વશમાં કેવી રીતે કરી શકે મહિલાઓ, આ છોકરીએ આપી 5 ટિપ્સ
એક ટેક્સી ડ્રાઈવરના બેંક ખાતામાં અચાનક આવ્યા 9000 કરોડ, બની ગયો રાતોરાત કરોડપતિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube