Share Market: માર્કેટ તૂટતાં આ કંપનીઓ મુશ્કેલીમાં, 2.28 લાખ કરોડ રૂપિયાનું થયું નુકસાન

Stock Market: ગયા સપ્તાહે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ઘણી મોટી કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓને નુકસાન થયું છે. ચાલો તેના વિશે જાણીએ...

1/5
image

Sensex and Nifty: સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠ કંપનીઓના માર્કેટ કેપમાં ગયા અઠવાડિયે રૂ. 2,28,690.56 કરોડનો ઘટાડો થયો હતો. HDFC બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું હતું. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 1,829.48 પોઈન્ટ અથવા 2.69 ટકાનો ઘટાડો થયો હતો. નેશનલ સ્ટોક નિફ્ટી 518.1 પોઈન્ટ અથવા 2.56 ટકા ઘટ્યો હતો. મંગળવારે ગણેશ ચતુર્થી નિમિત્તે બજારો બંધ રહ્યા હતા.

2/5
image

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, આઇટીસી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે.જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) અને હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ મૂડીમાં વધારો થયો છે.  સમીક્ષા હેઠળના અઠવાડિયામાં HDFC બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 99,835.27 કરોડના નુકસાન સાથે ઘટીને રૂ. 11,59,154.60 કરોડ થયું હતું. ગયા અઠવાડિયે કંપનીના શેરમાં લગભગ આઠ ટકાનો ઘટાડો થયો હતો.  

3/5
image

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 71,715.6 કરોડ ઘટીને રૂ. 15,92,661.42 કરોડ થયું હતું. કંપનીના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ICICI બેન્કનું બજાર મૂલ્ય રૂ. 29,412.17 કરોડ ઘટીને રૂ. 6,65,432.34 કરોડ અને ભારતી એરટેલનું બજાર મૂલ્ય રૂ. 12,964.55 કરોડ ઘટીને રૂ. 5,10,759.01 કરોડ થયું હતું.

4/5
image

ઇન્ફોસિસની માર્કેટ મૂડી રૂ. 6,744.34 કરોડ ઘટીને રૂ. 6,20,893.53 કરોડ થઈ હતી. ITCનું મૂલ્યાંકન રૂ. 6,484.52 કરોડ ઘટીને રૂ. 5,52,680.92 કરોડ થયું હતું. બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ રૂ. 1,266.37 કરોડ ઘટીને રૂ. 4,52,773 કરોડ અને SBIનું માર્કેટ કેપ રૂ. 267.74 કરોડ ઘટીને રૂ. 5,33,781.04 કરોડ થયું હતું.

5/5
image

આ વલણથી વિપરીત, હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2,913.49 કરોડ વધીને રૂ. 5,83,239.04 કરોડ થયું છે. TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,024.53 કરોડના વધારા સાથે રૂ. 13,18,228.14 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી, TCS, HDFC બેંક, ICICI બેંક, Ifsys, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, SBI, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સ અનુક્રમે ક્રમે છે. 

(ઇનપુટ ભાષા)