નવી દિલ્હીઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council) માં હવે ભારતનો દબદબો જોવા મળશે. હકીકતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહ (jay shah) એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બની ગયા છે. જય શાહે નઝમુલ હસનની જગ્યા લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહને શનિવારે સર્વસંમત્તિથી એશિયન ક્રિકેટ પરિષદ (ACC) ના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. શાહ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પ્રમુખ નઝમુલ હસન પાપોનનું સ્થાન લેશે. 


બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ સિંહ ધૂમલે ટ્વિટર પર આ સમાચાર આવ્યા છે. ધૂમલે લખ્યુ, એશિયન ક્રિકેટ પરિષદના અધ્યક્ષ બનવા માટે જય શાહને શુભેચ્છા. મને વિશ્વાસ છે કે એસીસી તમારા નેતૃત્વમાં નવી ઉંચાઈઓ પર પહોંચશે અને એશિયન ક્ષેત્રના ક્રિકેટરોને ફાયદો થશે. સફલ કાર્યકાલ માટે મારી શુભકામનાઓ. 


આ પણ વાંચોઃ ICC Test Rankings: કોહલીને નુકસાન, પુજારાને થયો ફાયદો, જાણો ટોપ-10મા કેટલા ભારતીય ખેલાડીઓ  


એસીસીની પાસે એશિયા કપ ટૂર્નામેન્ટ (Asia Cup) નું આયોજન કરાવવાની જવાબદારી હોય છે. કોવિડ-19 મહામારીને કારણે 2020મા રમાનાર એશિયા કપ આ વર્ષે જૂન માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને શરૂઆતમાં ટૂર્નામેન્ટની યજમાની કરવાની હતી પરંતુ હવે તેનું આયોજન શ્રીલંકા કે બાંગ્લાદેશમાં થઈ શકે છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube