ICC Test Rankings: કોહલીને નુકસાન, પુજારાને થયો ફાયદો, જાણો ટોપ-10મા કેટલા ભારતીય ખેલાડીઓ
Latest ICC Test Rankings: કોહલી (862 પોઈન્ટ) અને પુજારા (760 પોઈન્ટ) સિવાય ટેસ્ટ વાઇસ કેપ્ટન અંજિક્ય રહાણે પણ આઠમાં સ્થાનની સાથે ટોપ-10મા જગ્યા બનાવનાર ભારતીય બેટ્સમેનોમાં સામેલ છે.
Trending Photos
દુબઈઃ વિરાટ કોહલી (virat kohli) ચોથા સ્થાનની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના શનિવારે જાહેર થયેલા તાજા રેન્કિંગમાં સર્વોચ્ચ ભારતીય બેટ્સમેન છે જ્યારે ચેતેશ્વર પૂજારા એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. કોહલી (862 પોઈન્ટ) અને પુજારા (760 પોઈન્ટ) સિવાય ટેસ્ટ વાઇસ કેપ્ટન અંજિક્ય રહાણે પણ આઠમાં સ્થાનની સાથે ટોપ-10મા જગ્યા બનાવનાર ભારતીય બેટ્સમેનોમાં સામેલ છે.
ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે જ્યારે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને સ્ટાર ઓપનિંગ બેટ્સમેન 13મા અને 18મા સ્થાન પર યથાવત છે. ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન કેન વિલિયમસન (919 પોઈન્ટ) બેટિંગમાં ટોપ પર છે. ત્યારબાદ સ્ટીવ સ્મિથ (891 પોઈન્ટ) અને માર્નસ લાબુશેન (878 પોઈન્ટ) ની ઓસ્ટ્રેલિયન જોડીનો નંબર આવે છે.
Significant changes in the latest @MRFWorldwide ICC Test Player Rankings for batting 🏏
Full list: https://t.co/gDnVaiQl0W pic.twitter.com/PPRDZKvuMp
— ICC (@ICC) January 30, 2021
James Anderson has jumped one spot to No.6 in the @MRFWorldwide ICC Test Player Rankings for bowling 📈
Full list: https://t.co/m1fyaVsU2B pic.twitter.com/173TqvXM0a
— ICC (@ICC) January 30, 2021
ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ (Joe Root) 823 પોઈન્ટની સાથે પાંચમાં સ્થાને છે. બોલરોમાં અનુભવી રવિચંદ્રન અશ્વિન (760 પોઈન્ટ) અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (757 પોઈન્ટ) ક્રમશઃ આઠમાં અને નવમાં સ્થાને છે.
આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડની ટીમ કોરોના ટેસ્ટમાં પાસ, સ્ટોક્સ, બર્ન્સ અને આર્ચરે શરૂ કરી પ્રેક્ટિસ
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ (908 પોઈન્ટ) પ્રથમ સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ (839 પોઈન્ટ) અને ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર નીલ વેગરન (835 પોઈન્ટ) ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર છે. રવિન્દ્ર જાડેજા (419 પોઈન્ટ) અને અશ્વિન (281 પોઈન્ટ) ઓલરાઉન્ડરોની યાદીમાં ત્રીજા અને છઠ્ઠા સ્થાને છે. ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ (427 પોઈન્ટ) ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
More Stories