ઇમર્જિંગ નેશન્સ કપઃ પાકિસ્તાન ટીમ મોકલવાનો બીસીસીઆઈનો ઇન્કાર, ભારતની મેચ શ્રીલંકામાં રમાશે
ઈન્ડિયા અન્ડર-23નો પ્રથમ મેચ 7 ડિસેમ્બરે કોલંબોમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ હશે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસાઈ)એ આગામી ઇમર્જિંગ નેશન્સ કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇન્કાર કરી દીધો છે. નેશન્સ કપની યજમાની પાકિસ્તાન અને શ્રીલંકા સંયુક્ત રૂપથી કરી રહ્યાં છે. બીસીસીઆઈના ઇન્કાર બાદ હવે ભારતીય ટીમની મેચો શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 15 ડિસેમ્બરે કોલંબોમાં રમાશે.
એશિયાની છ ટીમો લઈ રહી છે ભાગ
ઇમર્જિંગ નેશન્સ કપમાં એશિયન દેશોના ઉભરતા ક્રિકેટર ભાગ લે છે. આ વખત ટૂર્નામેન્ટમાં અફગાનિસ્તા,ન સંયુક્ત અરબ અમીરાત, હોંગકોંગ, ઓમાન, ઈન્ડિયા અન્ડર-23, પાકિસ્તાન અન્ડર-23, શ્રીલંકા અન્ડર-23 અને બાંગ્લાદેશ અન્ડર-23ની ટીમ ભાગ લેશે. બાંગ્લાદેશ અન્ડર-23, યૂએઈ અને હોંગકોંગની ટીમે પાકિસ્તાનના કરાચીમાં ગ્રુપ મેચ રમશે, જ્યારે ઈન્ડિયા અન્ડર-23, શ્રીલંકા અન્ડર-23 અને અફગાનિસ્તાનની ટીમો શ્રીલંકાના કોલંબોમાં મેચ રમશે.
INDvsAUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી જોવા મળેલા પાંચ સૌથી મોટા વિવાદ
ભારતીય ટીમ કોઈપણ સ્થિતિમાં પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર નથીઃ પીસીબી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક પદાધિકારીએ સ્પષ્ટ કર્યું કે, બીસીસીઆઈએ કહ્યું કે, તે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમવા માટે કોઈપણ સ્થિતિમાં તૈયાર નથી. તેના પ્રમાણે કચારીના નેશનલ સ્ટેડિયમમાં ત્રણ મેચ રમાશે. આ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, અને ત્રણ અન્ય મેચ સાઉથ સ્ટેન્ડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. પીસીબી પદાધિકારીએ જણાવ્યું, અમે નેશન્સ કપ માટે સંપૂર્ણ સુરક્ષાની તૈયારી કરી છે. યજમાન ટીમના ખેલાડીઓ 4થી 10 ડિસેમ્બર સુધી પાકિસ્તાનમાં રહે તો તેને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં થાય.