રોમઃ ફુટબોલ વિશ્વ કપ (Football World Cup) 1982મા ઇટાલી  (Italy)ને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન પાઓમો રોસી  (Paolo Rossi)નું નિધન થયુ છે. તેઓ 64 વર્ષના હતા. ખેલાડી બાદ તેઓ પોતાના દેશમાં કોમેન્ટ્રેટર તરીકે સક્રિય હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે સરકારી પ્રસારણકર્તા આરએઆઈ (રેડિયો ટેલીવિઝન ઇટેલિયા) સાથે જોડાયેલા હતા, જેણે ગુરૂવારે જણાવ્યું કે, તેમનું નિધન એક બીમારીને કારણે થયું છે. આરએઆઈ અને અન્ય મીડિયા સંસ્થાઓએ તેના પત્ની ફેડરિકા કેપેલ્લેટીના ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો હવાલો આપ્યો. ફેડરિકાએ રોસીની સાથે તસવીર શેર કરતા લખ્યુ, 'હંમેશા ઇટાલી માટે.'


પાર્થિવ પટેલને મળી નવી જવાબદારી, હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે કરશે આ કામ  


તેણે સટ્ટાબાજી મામલામાં સસ્પેન્સન બાદ 1980મા વાપસી બાદ દમદાર પ્રદર્શન કર્યું અને 1982મા પોતાની ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમનું નેતૃત્વ કરવાની સાથે તેમણે સ્પેનમાં રમાયેલા વિશ્વ કપમાં છ ગોલ કર્યા હતા. તેમાં બ્રાઝિલ વિરુદ્ધ 3-2ની જીતમાં તેમણે હેટ્રિક લગાવી હતી. તેમણે વેસ્ટ જર્મની વિરુદ્ધ ફાઇનલ મેચમાં પ્રથમ ગોલ કર્યો હતો. ઇટાલીએ આ મેચ 3-1થી પોતાના નામે કરી ટ્રોફી ઉઠાવી હતી. તેઓ 1982માં ફીફા વિશ્વકપમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર