વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શનિવારે રમાયેલી ત્રીજી વનડેમાં અણનમ સદી સાથે વનડે ક્રિકેટમાં 5 હજાર રન પુરા કરી લીધા છે. તે સૌથી ઝડપી 5 હજાર રન બનાવનાર ન્યૂઝીલેન્ડનો ખેલાડી બની ગયો છે. ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડનો 4 રને પરાજય થયો હતો પરંતુ વિલિયમ્સનની સદી આકર્ષણનું કેન્દ્ર બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા માર્ટિન ગુપ્ટિલ આ સિદ્ધિ મેળવનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી હતો, પરંતુ કેને હવે આ સ્થાન મેળવી લીધું છે. વિલિયમ્સને  125 મેચોમાં આ સિદ્ધિ મેળવી છે. ગુપ્ટિલે 135 મેચમાં 5 હજાર રન પુરા કર્યા હતા.


ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિલિયમ્સન સૌથી ઝડપી 5 હજાર વનડે રન પુરા કરવામાં પાંચમાં નંબર છે. આ યાદીમાં હાસિમ અમલા પ્રથમ નંબરે છે. તેણે 104 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. 


હાસિમ અમલાઃ દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન હાશિમ અમલાએ 101 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. વિન્ડીઝ સામે 2015માં ડરબન વનડે દરમિયાન અમલાએ આ મુકામ હાસિંલ કર્યો હતો. ડેબ્યૂના 6 વર્ષ અને 313 દિવસ બાદ અમલાએ આ કારનામું કર્યું હતું. 


વિવિયન રિચર્ડસઃ વેસ્ટઈન્ડિઝના મહાન ખેલાડી વિવિયન રિચર્ડસે આ મુકામે પહોંચવા માટે 113 મેચ રમી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1987માં વિવિયન આ એલીટ ક્લબમાં સામેલ થયા હતા. ડેબ્યૂના 11 વર્ષ અને 237 દિવસ બાદ તે આ મુકામે પહોંચ્યો હતો. 


વિરાટ કોહલીઃ આ સમયે વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં સામેલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી પણ આ લિસ્ટમાં સામેલ છે. ક્રિકેટના દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા વિરાટે 114 ઈનિંગમાં 5000  વનડે રન પુરા કર્યા હતા. વિરાટે વિન્ડીઝ વિરુદ્ધ 2013માં આ સિદ્ધિ મેળવી હતી. ક્રિકેટમાં ડેબ્યૂ કર્યાના 5 વર્ષ 93 દિવસમાં વિરાટે આ મુકામ હાંસિલ કર્યો હતો. 



બ્રાયન લારાઃ વેસ્ટઇન્ડિઝનો લેજન્ડ ખેલાડી બ્રાયન લારાએ 118 ઈનિંગમાં આ મુકામને નવેમ્બર 1997માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમતા હાસિંલ કર્યો હતો. લારાએ પોતાના ડેબ્યૂના 6 વર્ષ અને 359 દિવસમાં આ કારનામાને અંજામ આપ્યો હતો. 


કેન વિલિયમ્સનઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન આ ખાસ ક્લબમાં સામેલ થનારો પ્રથમ ન્યૂઝીલેન્ડનો ખેલાડી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ માર્ચ 2018માં રમતા વિલિયમ્સન આ મુકામ પર પહોંચ્યો હતો. આ મુકામે પહોંચવા માટે તેણે 119 ઈનિંગ રમી છે. ડેબ્યૂના 7 વર્ષ અને 205 દિવસમાં તેણે આ કારનામું કર્યું છે.