દિવાળી પહેલા જ મુકેશ અંબાણીની સૌથી મોટી ભેટ! આ ઓફર્સનો લાભ લેવા થશે પડાપડી! તમે રહી ના જતાં...

દિવાળીના અવસરે રિલાયંસે જિયોબુકની કિંમત ઘટાડીને 12890 રૂપિયા કરી દીધી છે. જો તમે નવું લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યો છો તો તમારે વધારે ખર્ચો કરવો નહીં પડે. JioBook 11 ને તમે એમેઝોન પરથી 12,890 રૂપિયામાં ખરીદી શકો છો.

દિવાળી પહેલા જ મુકેશ અંબાણીની સૌથી મોટી ભેટ! આ ઓફર્સનો લાભ લેવા થશે પડાપડી! તમે રહી ના જતાં...

Diwali Offers: શું તમે બજેટમાં એક લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા છો? મુકેશ અંબાણીની કંપની રિલાયંસે પોતાના સસ્તા લેપટોપ, જિયોબુકની કિંમતોમાં ઘટાડો કરી નાંખ્યો છે. ફેસ્ટિવલ સીઝનમાં આ લેપટોપ ખુબ જ સસ્તા ભાવે ગ્રાહકોને મળશે. દિવાળી પર આખા દેશમાં શાનદાર ઓફર્સનો માહોલ ચાલી રહ્યો છે અને રિલાયંસે પણ પોતાના ગ્રાહકોને સાવ સસ્તામાં જિયોબુક ખરીદવાનો એક શાનદાર માકો આપ્યો છે.

દિવાળી ભેટ
દિવાળીના અવસરે રિલાયંસે જિયોબુકની કિંમત ઘટાડીને 12890 રૂપિયા કરી દીધી છે. જો તમે નવું લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યો છો તો તમારે વધારે ખર્ચો કરવો નહીં પડે. JioBook 11 ને તમે એમેઝોન પરથી 12,890 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમે ખરીદતા સમયે એમેઝોન પર ICIC ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો કિંમત આનાથી પણ ઓછી થઈ શકે છે. આ 4G લેપટોપ તે લોકો માટે ઉપયોગી છે, જેમણે સસ્તા ભાવે આવું લેપટોપ લેવું છે, જેમાં તેઓ વીડિયો જોઈ શકો અને માઈક્રોસોફ્ટ ઓફિસના નાના મોટા કામ કરી શકે. તમે આ રિલાયંસ જિયોબુકની સત્તાવાર વેબસાઈટ યા ઈ-કોમર્સ એમેઝોન ઉપર પણ ખરીદી શકો છો.

No description available.

JioBook 11 ની વિશેષતાઓ
ખરીદનાર આને EMI ઉપર પણ લઈ શકે છે, જેનાથી તમે સરળતાથી માસિક હપ્તામાં ચૂકવણી કરી શકો છો. JioBook 11 એક હલ્કો અને શાનદાર 4G લેપટોપ છે, જે MediaTek 8788 પ્રોસેસર પર આધારિત છે.

તેમાં Android આધારિત Jio OS ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે અને આ 4G LTE મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટીની સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેનાથી યૂઝર્સ વાઈ-ફાઈ વગર પણ જોડાયેલા રહી શકે છે. તેના સિવાય, આ વાઈ-ફાઈ કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે. જો તમે દૈનિક ઉપયોગ માટે એક લેપટોપની શોધમાં છો તો JioBook 11 એક સારો વિકલ્પ હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news