નાગપુરઃ ભારતના યુવા ચાઇનામેન બોલર કુલદીપ યાદવે કહ્યું કે, તેણે કોઈ ખેલાડીને ટીમમાંથી બહાર નથી કર્યો પરંતુ તે તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો જે તેને મળી. કુલદીપને પૂછવામાં આવ્યું કે, શું તેના અને યુજવેન્દ્ર ચહલના પ્રદર્શનને કારણે વનડે ટીમમાં અનુભવી સ્પિનર આર અશ્વિનનું સ્થાન પૂરુ થઈ ગયું છે. ચહલ અને કુલદીપની કાંડાના સ્પિનરોની જોડી ભારતની વનડે ટીમનો નિયમિત ભાગ છે જેથી આંગળીના સ્પિનર અશ્વિનને આ ફોર્મેટમાં તક મળી રહી નથી જ્યારે જાડેજા ત્રીજો નિષ્ણાંત સ્પિનર બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલદીપે કહ્યું, નહીં આવું ખરેખર નથી. અમે કોઈને બહાર નથી કર્યા. વાત એટલી છે કે અમને તક મળી અને અમે સારૂ પ્રદર્શન કર્યું. તેણે (અશ્વિન અને જાડેજા)એ હંમેશા ભારત માટે સારૂ પ્રદર્શન કર્યું છે. ટેસ્ટ મેચોમાં અશ્વિન અને જાડેજા હજુ રમી રહ્યાં છે. તેણે કહ્યું, અમે તેની પાસેથી ઘણું શીખીએ છીએ. તેની પાસે ઘણો અનુભવ છે. જ્યારે હું ટેસ્ટ ટીમમાં હતો ત્યારે તેમની પાસેથી ઘણું શીખ્યો. મને અને ચહલને જ્યારે પણ તક મળી અમે ટીમ માટે સારૂ પ્રદર્શન કર્યું અને તેનાથી ટીમને જીત મળી, જેથી અમે ખુશ છીએ. 


કુલદીપે પ્રથમ મેચમાં સારી બોલિંગ કરી અને તેને બે સફળતા મળી હતી. જાડેજાને પ્રથમ વનડેમાં કોઈ સફળતા ન મળી પરંતુ તેણે ઓછા રન આપ્યા હતા. કુલદીપ ખુશ છે કે બધા સ્પિનર સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. આ સ્પિનરે કહ્યું, ઈમાનદારીથી કહું તો હું, ચહલ અને જાડેજા સારૂ રમી રહ્યાં છીએ તેથી ચિંતાની કોઈ વાત નથી અને અમે પ્રત્યેક મેચ પર ધ્યાન આપી રહ્યાં છીએ. કુલદીપને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું કોઈ બેટ્સમેનને બોલિંગ કરતો જોઈ તેણે દબાવ અનુભવ્યો તો તેણે કહ્યું, ઈમાનદારીથી કહું તો એવું કોઈ નથી. કેટલાક એવા ખેલાડી છે જે મને સારી રીતે રમે છે અને મને તેની વિરુદ્ધ મોટા શોટ રમવાનો ડર નથી. 



INDvsAUS: બીજી વનડે જીતીને લીડ મજબૂત બનાવવા ઉતરશે ભારત 


કુલદીપ અનુસાર શોન માર્શ તેને સારી રીતે રમે છે. તેણે કહ્યું, શોન માર્શ સ્પિન બોલિંગનો સારો ખેલાડી છે. ઓસ્ટ્રેલિયામાં શોન માર્શ સારૂ રમી રહ્યો હતો અને તે (ટીમ મેનેજમેન્ટ) મને કેટલાક મેચોમાં બ્રેક આપવા ઈચ્છતા હતા. તે સ્પિનરે કહ્યું, ત્યારબાદ મેં માર્શની બેટિંગનો અભ્યાસ કર્યો અને તેને ફ્રંટ ફુટ પર વધુ રમતા જોયો અને તેનો ફાયદો મળ્યો. પરંતુ મહત્વપૂર્ણ છે કે જો તે આગામી મેચમાં રમે છે તો હું તેને કઈ રીતે બોલિંગ કરૂ છું. 


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 12 વનડે મેચ રમી ચુકેલ કુલદીપ હવે તે ટીમના બેટ્સમેનોની રમવાની રીતને ઓળખવા લાગ્યો છે. આ સાથે કુલદીપે સહાયક કોચ સંજય બાંગરના માર્ગદર્શનમાં પોતાની બેટિંગ પર વધુ સમય લગાવવાનું શરૂ કર્યું છે. તેણે કહ્યું, કોઈ શંકા વગર બેટિંગ મહત્વપૂર્ણ છે, પછી તે વનડે હોય કે ટેસ્ટ. હું બેટિંગ પર વધુ ધ્યાન આપી રહ્યો છું, દરેક સત્રમાં હું 20  મિનિટની આસપાસ બેટિંગ કરુ છું.