T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી જેમને રમવાની તક મળી તે ખેલાડીઓમાંથી કોણ છે તમારું ફેવરીટ?
T20 વર્લ્ડ કપની શરૂઆત 2007માં થઈ હતી. અને ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2009, 2010, 2012, 2014, 2016માં T2O વર્લ્ડ કપનું આયોજન કરાયું હતું. 2009, 2010 અને 2012 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સુપર 8માંથી જ બહાર થઈ હતી. જેમાં, 2009 અને 2010ના T20 વર્લ્ડ કપમાં ભારત સુપર 8ની એક પણ મેચ જીતી ન હતી.
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપની શરૂઆત 2007માં થઈ હતી. અને ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2009, 2010, 2012, 2014, 2016માં T2O વર્લ્ડ કપનું આયોજન કરાયું હતું. 2009, 2010 અને 2012 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સુપર 8માંથી જ બહાર થઈ હતી. જેમાં, 2009 અને 2010ના T20 વર્લ્ડ કપમાં ભારત સુપર 8ની એક પણ મેચ જીતી ન હતી. 2014માં ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. પણ શ્રીલંકાની સામે ભારત હાર્યું હતું. 2016માં T20 વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો. અને તેમાં ભારતીય ટીમ સેમીફાઈનલ સુધી પહોંચી હતી. સેમીફાઈનલમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે હારી હતી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હતી.
ત્યારે, BCCIએ 2020ના T20 વર્લ્ડ કપની ટીમનું એલાન પણ કરી દિધું છે. અને પ્રથમવાર ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં T20 વર્લ્ડ કપમાં ઉતરશે. સાથે મહેન્દ્ર સિંહ ધોની પણ મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. અત્યારસુધી ભારત 6 T20 વર્લ્ડ કપ રમ્યું છે અને તમામમાં મહેન્દ્રસિંહ ધોનીએ જ ભારતીય ટીમની આગેવાની કરી છે. રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ અત્યારસુધીના તમામ T20 વર્લ્ડ કપ રમી ચુક્યા છે. જોકે, આ વખતે યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમનો ભાગ નહીં હોય. પણ રોહિત શર્મા આ વર્ષે પણ ભારતીય ટીમમાં રમશે.
તો ચાલો જોઈએ ભારત તરફથી T20 વર્લ્ડ કપ રમનાર તમામ ખેલાડીઓના નામઃ
2007 વર્લ્ડ કપની ભારતીય T20 ટીમ:
1. મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટ કીપર)
2. યુવરાજ સિંહ
3. વિરેન્દ્ર સહેવાગ
4. ગૌતમ ગંભીર
5. રૉબિન ઉથપ્પા
6. રોહિત શર્મા
7. દિનેશ કાર્તિક
8. આરપી સિંહ
9. અજીત અગરકર
10. શ્રી સંથ
11. હરભજન સિંહ
12. ઈરફાન પઠાણ
13. યુસૂફ પઠાણ
14. જોગિન્દર શર્મા
15. પીયૂષ ચાવલા (એક પણ મેચ નહોતા રમી શક્યા)
2009 વર્લ્ડ કપની ભારતીય T20 ટીમ
1. મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટ કીપર)
2. યુવરાજ સિંહ
3. સુરેશ રૈના
4. ગૌતમ ગંભીર
5. રોહિત શર્મા
6. દિનેશ કાર્તિક (એક પણ મેચ નહોતા રમી શક્યા)
7. રવિન્દ્ર જાડેજા
8. આરપી સિંહ
9. ઈશાંત શર્મા
10. ઝહીર ખાન
11. હરભજન સિંહ
12. ઈરફાન પઠાણ
13. યુસૂફ પઠાણ
14. પ્રજ્ઞાન ઓઝા
15. પ્રવિણ કુમાર (એક પણ મેચ નહોતા રમી શક્યા)
2010 વર્લ્ડ કપની ભારતીય T20 ટીમ
1. મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટ કીપર)
2. યુવરાજ સિંહ
3. સુરેશ રૈના
4. ગૌતમ ગંભીર
5. રોહિત શર્મા
6. દિનેશ કાર્તિક
7. રવિન્દ્ર જાડેજા
8. આશિષ નેહરા
9. ઈશાંત શર્મા
10. ઝહીર ખાન
11. હરભજન સિંહ
12. વિનય કુમાર
13. યુસૂફ પઠાણ
14. મુરલી વિજય
15. પ્રવિણ કુમાર (ઈન્જરીના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયા હતા)
16. ઉમેશ યાદવ (એક પણ મેચ નહોતા રમી શક્યા)
2012 વર્લ્ડ કપની ભારતીય T20 ટીમ
1. મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટ કીપર)
2. યુવરાજ સિંહ
3. સુરેશ રૈના
4. ગૌતમ ગંભીર
5. રોહિત શર્મા
6. વિરાટ કોહલી
7. વિરેન્દ્ર સહેવાલ
8. મનોજ તિવારી (એક પણ મેચ નહોતા રમી શક્યા)
9. રવિન્દ્ર જાડેજા
10. ઝહીર ખાન
11. હરભજન સિંહ
12. રવિચંદ્રન અશ્વિન
13. ઈરફાન પઠાણ
14. પીયૂષ ચાવલા
15. લક્ષ્મિપતી બાલાજી
2014 વર્લ્ડ કપની ભારતીય T20 ટીમ
1. મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટ કીપર)
2. યુવરાજ સિંહ
3. સુરેશ રૈના
4. શિખર ધવન
5. રોહિત શર્મા
6. વિરાટ કોહલી
7. અજિંક્ય રહાણે
8. અમિત મિશ્રા
9. રવિન્દ્ર જાડેજા
10. વરુણ એરોન (એક પણ મેચ નહોતા રમી શક્યા)
11. સ્ટુઅર્ટ બિન્ની (એક પણ મેચ નહોતા રમી શક્યા)
12. રવિચંદ્રન અશ્વિન
13. મોહિત શર્મા
14. મોહમ્મદ શમી
15. ભુવનેશ્વર કુમાર
2016 વર્લ્ડ કપની ભારતીય T20 ટીમ
1. મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટ કીપર)
2. યુવરાજ સિંહ (ઈન્જરીના કારણે સેમીફાઈનલ પહેલાં થયા હતા બહાર
3. સુરેશ રૈના
4. શિખર ધવન
5. રોહિત શર્મા
6. વિરાટ કોહલી
7. અજિંક્ય રહાણે
8. હાર્દિક પંડ્યા
9. રવિન્દ્ર જાડેજા
10. આશીષ નેહરા
11. જસપ્રિત બુમરાહ
12. રવિચંદ્રન અશ્વિન
13. હરભજન સિંહ (એક પણ મેચ નહોતા રમી શક્યા)
14. પવન નેગી (એક પણ મેચ નહોતા રમી શક્યા)
15. ભુવનેશ્વર કુમાર (એક પણ મેચ નહોતા રમી શક્યા)
16. મનીષ પાંડે
2020 વર્લ્ડ કપની ભારતીય T20 ટીમ
1. વિરાટ કોહલી (કેપ્ટન)
2. રોહિત શર્મા
3. કે. એલ. રાહુલ
4. સુર્યકુમાર યાદવ
5. રિષભ પંત (વિકેટ કીપર)
6. ઈશન કિશન (વિકેટ કીપર)
7. હાર્દિક પંડ્યા
8. રવિન્દ્ર જાડેજા
9. રાહુલ ચહર
10. રવિચંદ્રન અશ્વિન
11. અક્ષર પટેલ
12. વરુણ ચક્રવર્તી
13. જસપ્રિત બુમરાહ
14. ભુવનેશ્વર કુમાર
15. મોહમ્મદ શમી
સ્ટેન્ડબાય પ્લેયર્સ
1. શ્રેયસ ઐય્યર
2. શાર્દુલ ઠાકુર
3. દિપર ચહર