IND vs ENG 1st Test: ભારતીય ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રવિચંદ્રન અશ્વિને હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હૈદરાબાદ ટેસ્ટ મેચ દરમિયાન ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં રવિચંદ્રન અશ્વિને બેન સ્ટોક્સને 6 રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત મોકલી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vidhara: વનવગડાનું આ ફૂલ એકઝાટકે દૂર કરશે જાતિય નબળાઇ, રોમેન્ટિક બની જશે રાતો
મોટા મોટા બિલેનિયર તિજોરીમાં રાખે છે હારસિંગાર ફૂલ?આ ફૂલના ટોટકાના છે ચમત્કારી ફાયદા


રવિચંદ્રન અશ્વિને રચ્યો ઈતિહાસ 
બેન સ્ટોક્સ 33 બોલમાં 8 રન બનાવીને રવિચંદ્રન અશ્વિનના હાથે બોલ્ડ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ 12મી વખત છે જ્યારે રવિચંદ્રન અશ્વિને બેન સ્ટોક્સને આઉટ કર્યો હોય. આ કરીને રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેનને સૌથી વધુ વખત આઉટ કરવાના મામલે કપિલ દેવના ભારતીય રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે પાકિસ્તાની ક્રિકેટર મુદસ્સર નઝરને ટેસ્ટમાં 12 વખત આઉટ કર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત બેટ્સમેનને આઉટ કરવાના મામલે કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિન હવે બરાબરી પર છે.


સંકટ ચોથ: આ મંત્રનો જાપ કરવામાં 15 દિવસમાં પૂર્ણ ગમે તેવી મનોકામના! જાણો ઉપાય
Sakat Chauth 2024: સંકટ ચોથ પર 100 વર્ષ બની રહ્યા છે 2 સંયોગ,આ 3 રાશિઓને બલ્લે બલ્લે


500 ટેસ્ટ વિકેટની નજીક અશ્વિન
રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેવાની ખૂબ નજીક છે. અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન આ મહાન રેકોર્ડ બનાવવાથી માત્ર 5 વિકેટ દૂર છે. તમને જણાવી દઈએ કે રવિચંદ્રન અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે 181 ટેસ્ટ ઇનિંગ્સમાં 495 વિકેટ લીધી છે. જો રવિચંદ્રન અશ્વિન વધુ 5 વિકેટ લેશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનારો ભારતનો માત્ર બીજો બોલર બની જશે. અત્યાર સુધી માત્ર અનિલ કુંબલે જ ભારત માટે આ મોટી સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.


આ ઔષધિ પાકની ગોરાઓના દેશમાં ગાંડાની માફક છે ડિમાન્ડ, ગુજરાતમાં થાય છે તગડુ ઉત્પાદન
ખોટા વાયદા કરી 17 ગણા વધાર્યા શેરના ભાવ, 24 કરોડનો નફો રળી ફૂર્રરર...થઇ ગયા પ્રમોટર


અશ્વિને કેટલી ટેસ્ટ વિકેટ લીધી?
ભારત માટે અત્યાર સુધી માત્ર અનુભવી લેગ સ્પિનર ​​અનિલ કુંબલે 500 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિને ભારત માટે અત્યાર સુધી 181 ટેસ્ટ ઇનિંગ્સમાં 495 વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ મેચમાં 34 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. આ સિવાય રવિચંદ્રન અશ્વિને 8 વખત ટેસ્ટ મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી છે.


હાર્ટ અને લીવર માટે સંજીવની બુટ્ટી છે આ રોકડીયો પાક, ખેતી કરી કરો 3 થી 4 ગણો નફો
આ કુલીએ રેલવેના વાઇ-ફાઇની મદદથી કરી UPSC ની તૈયારી અને બની ગયા IAS ઓફિસર