SA T20 Series: આફ્રિકાની ટીમ સામે મચાવશે ધમાલ, આ ખેલાડીઓને પહેલી વખત મળશે ટીમ ઇન્ડિયાની ટિકિટ
IND vs SA T20 Series: ભારતીય ટીમની પસંદગી કરવામાં આવે તો ઉભરતા સ્ટાર જેવા કે ઉમરાન મલિક અને મોહસિન ખાનને તેમના આઇપીએલ પ્રદર્શન માટે પુરસ્કૃત કરવામાં આવી શકે છે.
IND vs SA T20 Series: IPL 2022 સીઝન પૂર્ણ થવા આવી છે. ત્યારે આપીએલના પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ યોજાવાની છે. જો કે, આ સીરિઝ પર આખી દુનિયાની નજર હશે કેમ કે, આઇપીએલમાં ધમાલ મચાવનાર ખેલાડીઓને સિલેક્ટર્સ આ સીરિઝમાં તક આપે છે કે નહીં. પરંતુ અમે તમને કેટલાક એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમને સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝમાં તક મળી શકે છે.
ભારતીય ટીમની પસંદગી કરવામાં આવે તો ઉભરતા સ્ટાર જેવા કે ઉમરાન મલિક અને મોહસિન ખાનને તેમના આઇપીએલ પ્રદર્શન માટે પુરસ્કૃત કરવામાં આવી શકે છે. જ્યારે અનુભવી ઓપનર શિખર ધવન અને દિનેશ કાર્તિકની ટી20 માં વાપસીની સંભાવના છે. ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ આઇપીએલમાં સારું પ્રદર્શન કરી પોતાનું ફોર્મ અને ફિટનેસ દેખાડી છે. જેના કારણે પણ ટીમમાં તેનું સામેલ થવું નક્કી છે. હાર્દિક ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ ભારત માટે રમ્યો ન હતો.
આખરે પંડ્યા નિયમિત રૂપથી બોલિંગ કરી રહ્યો છે. જે ટીમ ઇન્ડિયામાં તેની વાપસીના પ્રયાસ માટે મહત્વનું હતું. બે મહિના લાંબી આઇપીએલ અને ટેસ્ટ ટીમની 15 જૂનના વિદાયને કારણે તમામ ફોર્મેટમાં રમી રહેલા ખેલાડીઓને હોમ સીરિઝ માટે આરામ આપવામાં આવી શકે છે. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત અને જસપ્રીત બુમરાહ સામેલ છે. જૂનના અંતમાં આયરલેન્ડમાં યોજાનાર 2 ટી20 માટે આવી ટીમ પસંદ કરવામાં આવે તેવી આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube