તિરુવનન્તપુરમઃ યજમાન ભારત(India) અને વેસ્ટ ઈન્ડીઝ(West Indies) વચ્ચે બીજી ટી20(T20) મેચ તિરુવનન્તપુરમમાં(Tiruvananthpuram) રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારતે કેપ્ટન કોહલીની(Virat Kohli) શાનદાર ઈનિંગ્સની મદદથી વેસ્ટ ઈન્ડીઝને(West Indies) પ્રથમ ટી20(T20) મેચમાં 6 વિકેટે હરાવ્યું હતું. ભારતે વેસ્ટ ઈન્ડીઝને વિજય માટે 171 રનનું લક્ષ્ય આપ્યું છે. વેસ્ટ ઈન્ડીઝે માત્ર 2 વિકેટ ગુમાવીને 173 રન બનાવીને 8 વિકેટે આ મેચ જીતી લીધી હતી. આ સાથે જ 3 ટી20 મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ્સ
ભારતના 171 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડીઝની ટીમે ખુબ જ સારી શરૂઆત કરી હતી. ભારતીય બેટ્સમેન વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીને દબાણમાં રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ વિકેટની ભાગીદારીમાં સિમન્સ અને એવિન લુઈસે 73 રન બનાવ્યા હતા. એવીન લુઈસ 40ના અંગત સ્કોર પર વોશિંગટ સુંદરના બોલે સ્ટમ્પ આઉટ થયો હતો. 


જોકે, ત્યાર પછી આવેલા હેટમાયરે બાજી સંભાળી લીધી હતી અને ટીમના રનરેટને જાળવી રાખ્યો હતો. શિમરન હેટમાયર 23 રન બનાવીને જાડેજાના બોલ પર કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. એ સમયે વેસ્ટ ઈન્ડીઝનો સ્કોર 13.4 ઓવરમાં 112 રન હતો. ત્યાર પછી ઓપનર સિમન્સ અને ચોથા ક્રમે રમવા આવેલા વિકેટ કિપર પુરને ભારતીય બોલરોને મચક આપી ન હતી અને 18.3 ઓવરમાં જ વિજય માટે જરૂરી 172 રન બનાવી લીધા હતા. 


લેન્ડલ સિમન્સ 67 રને અને નિકોલસ પુરન 38 રને નોટ આઉટ રહ્યા હતા. ભારત તરફથી જાડેજા અને વોશિંગટન સુદરને 1-1 વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડીઝના લેન્ડલ સિમન્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 


ભારતની ઈનિંગ્સ....
ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા છે. આજે ભારતના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડીઝના બોલિંગ આક્રમણ સામે વધુ ટકી શક્યા ન હતા અને સમયાંતરે વિકેટ પડતી રહી હતી. ભારતનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સતત બીજી ટી20માં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 15 રનમાં આઉટ થઈ ગયો હતો. ઓપનર લોકેશ રાહુલ પણ વધુ સમય સુધી વિકેટ પર ટકી શક્યો ન હતો. 


એક સીરીઝમાં 2 ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે ભારત! ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે આયોજન


લોકેશ રાહુલ ભારતના 24 રનના સ્કોર પર તો રોહિત શર્મા ભારતને 56 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. છેલ્લી ટી20માં 94 રનની ઈનિંગ્સ સાથે ભારતને વિજય અપાવનાર કેપ્ટન કોહલી પણ વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો ન હતો. જોકે, તેના પહેલા શિવમ દુબેએ અડધી સદી ફટકારીને ભારતના સ્કોરને 100 સુધી ખેંચી ગયો હતો. 


શિવમ દુબે ટીમના 97ના સ્કોર પર હેડન વોલ્શના બોલ પર હેટમાયરના હાથે કેચઆઉટ થયો હતો. શિવમ દુબેએ 30 બોલમાં ઝડપી 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ટીમના 120 રનના સ્કોર પર માત્ર 19 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. 


ત્યાર પછી રમવા આવેલા રિષભ પંતે એક છેડો પકડી રાખીને ટીમના સ્કોરને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. રિષભ પંત 22 બોલમાં 33 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. શ્રેયસ ઐયર 10, રવિન્દ્ર જાડેજા 9 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. 


વેસ્ટ ઈન્ડીઝ તરફથી હેડન વોલ્શ અને કેસરિક વિલિયમ્સે 2-2 વિકેટ લીધી હતી. શેલ્ડોન, ખેરી પિયરે અને જેસન હોલ્ડર 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝના બોલરોએ સમયાંતરે ભારતની વિકેટ પાડતા રહીને ભારતીય ટીમને દબાણમાં રાખી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...