WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે કોણ ટકરાશે? IND-ENG સીરિઝથી નક્કી થશે આ 3 ટીમનું ભવિષ્ય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે મહત્વની રહેવાની છે. આ સીરિઝથી માત્ર ભારત અને ઈંગ્લેન્ડના નસીબનો નિર્ણય નહીં થાય પરંતુ ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય માટે પણ મહત્વની છે.
દુબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નિયમ પ્રમાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ કોની સામે ટકરાશે તેનો જવાબ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થનારી સીરિઝમાં મળશે. આઈસીસી તરફથી એક બ્રેકડાઉન ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કઈ પરિસ્થિતિઓમાં ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી કોઈ એક ટીમ ફાઈનલમાં જગ્યા બનાવી શકે છે.
આ 22 વર્ષની બેલે ડાન્સર પર મોહી ગયા રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin
ભારત કઈ રીતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ટકરાશે?
આઈસીસીના જણાવ્યા પ્રમાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ સુધી પહોંચવા માટે..ભારતની ટીમ ઈંગ્લેન્ડને સીરિઝમાં 2-0થી 2-1 હરાવે. અથવા ભારતની ટીમ 3-0થી કે 4-0થી ઈંગ્લેન્ડને કારમો પરાજય આપે. ઈંગ્લેન્ડની ટીમ કઈ રીતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં રમે? ઈંગ્લેન્ડ ભારતને 3-0થી, 3-1 કે 4-0થી પરાજય આપે.
IND vs ENG: ભારતીય જમીન પર આ પાંચ ખેલાડીઓની બોલબાલા, બનાવ્યાં છે અઢળક રન
ઓસ્ટ્રેલિયા કઈ રીતે ફાઈનલમાં રમી શકે?
જો ભારતીય ટીમ ઈંગ્લેન્ડને સીરિઝમાં 1-0થી હરાવે તો ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. જો ઈંગ્લેન્ડની ટીમ ભારતને સીરિઝમાં 1-0, 2-0 કે 2-1થી હરાવશે તો ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાં રમશે. જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝ ડ્રો થશે તો પણ ઓસ્ટ્રેલિયાને ફાયદો થશે. ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ 0-0, 1-1, 2-2થી ડ્રો થશે તો ઓસ્ટ્રેલિયાની ટીમ 18થી 22 જૂન વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં પહોંચવા માટે ભારત અને ઈંગ્લેન્ડ સીરિઝના પરિણામ પર આધાર રાખવો પડશે. તેના માટે ઓસ્ટ્રેલિયાએ પ્રાર્થના કરવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube