નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ગુરૂવારે સ્પષ્ટ કર્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પૂર્વ નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે દિલ્હીમા જ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એએનઆઈએ જ્યારે ગાંગુલીને પૂછ્યું કે શું પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય દિલ્હીમાં રમાશે તો તેમણે કહ્યું, 'હા, તેવ જ થશે.'


દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત ખરાબ છે. શહેરના ઘણા વિસ્તારમાં તે 'ગંભીર સ્થિતિ' સુધી પહોંચી ગયું છે. 


ઘણા લોકોએ બીસીસીઆઈને મેચ દિલ્હીથી શિફ્ટ કરવાની માગ કરી હતી. પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે પણ બુધવારે કહ્યું કે, પ્રદુષણ ક્રિકેટ મેચથી મોટી સમસ્યા છે. 

આ કારણે ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી લીધો 'બ્રેક', જલદીથી વાપસીની આશા


ગંભીરે એએનઆઈને કહ્યું, 'આ ક્રિકેટ કે અન્ય કોઈ મેચથી વધુ ગંભીર મુદ્દો છે. મને લાગે છે કે દિલ્હીમાં રહેતા અમારા જેવા લોકોએ ક્રિકેટ મેચથી વધુ પ્રદુષણના સ્તરની ચિંતા કરવી જોઈએ.'


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 નવેમ્બરથી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાશે. સિરીઝની પ્રથમ મેચ અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.