IND vs ENG : ચેન્નઈમાં રોહિતે ફટકારી સદી, તોડ્યો અઝહરુદ્દીનનો રેકોર્ડ
ચેન્નઈ સામે શરૂ થયેલી બીજી ટેસ્ટમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી આલોચકોને વળતો જવાબ આપ્યો છે. આ સાથે તેણે પોતાના નામે કેટલાક રેકોર્ડ કરી લીધા છે.
ચેન્નઈઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) એ સિરીઝની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સદી ફટકારી છે. રોહિતે મેચની પ્રથમ ઈનિંગમાં શનિવારે પોતાની સદી પૂરી કરી અને સાથે કેટલાક રેકોર્ડ બનાવ્યા છે.
મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (virat kohli) એ ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત અને શુભમન ગિલ ઓપનિંગ કરવા ઉતર્યા. ગિલ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો પરંતુ રોહિતે સદી ફટકારી છે.
રોહિતે (rohit sharma) 130 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની 7મી સદી પૂરી કરી હતી. તેણે સ્પિનર મોઈન અલીની ઈનિંગની 42મી ઓવરના ત્રીજા બોલ પર બે રન લીધા અને પોતાનો સ્કોર 100 રન પર પહોંચાડ્યો હતો.
ઉદઘાટન બાદ પહેલીવાર મોટેરા સ્ટેડિયમમાં રમાશે ઈન્ટરનેશનલ મેચ, આવતીકાલથી મળશે ટિકિટ
આ સિવાય તે દરેક ફોર્મેટમાં ચાર ટીમો (શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ) વિરુદ્ધ સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી બની ગયો છે. તેણે અત્યાર સુધી એકપણ ટેસ્ટ સદી વિદેશી જમીન પર ફટકારી નથી.
બાંગ્લાદેશના મોમિનુલ હકે વિદેશમાં કોઈ સદી ફટકાર્યા વગર ઘરેલૂ જમીન પર ટેસ્ટમાં સૌથી વધુ 10 સદી ફટકારી છે. ત્યારબાદ રોહિતનો નંબર આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube